Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ચેટીચાંદ પર્વની ઉજવણી:સિંધી સમાજે ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી મનાવ્યો

    1 week ago

    ગોધરા શહેરમાં સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ, એટલે કે 'ચેટીચાંદ' પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સમગ્ર શહેરમાં એક ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ગોધરાના ઝૂલેલાલ મંદિરમાં ભગવાન ઝૂલેલાલની વિશેષ પૂજા-અર્ચના અને પલ્લવ ધારણ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ 'આયોલાલ-ઝૂલેલાલ'ના નાદ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલની ફૂલોથી શણગારેલી ભવ્ય પાલખી અને વિવિધ ધાર્મિક ટેબ્લો ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવાનો અને મહિલાઓ ઢોલ-નગારાના તાલે સિંધી લોકનૃત્ય રમતા જોવા મળ્યા હતા. શોભાયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણા અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગોધરામાં નીકળેલી આ શોભાયાત્રાએ શહેરમાં કોમી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. સાંજે જ્યોત વિસર્જન અને મહાપ્રસાદ સાથે આ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ચાંદ રાતની રંગત:ઇદ પૂર્વે બજારોમાં માનવ મહેરામણ, છેલ્લી ઘડીની ખરીદી
    Next Article
    પાટણ કોર્ટે અકસ્માત પીડિતને રૂ. 59.66 લાખ વળતરનો આદેશ:પગ ગુમાવનાર યુવાનને ટ્રક માલિક અને વીમા કંપની ચૂકવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment