Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વાસ્થ્યને શિક્ષણનો ભાગ બનાવાયો:પરીક્ષા સાથે ફિટનેસ ટેસ્ટમાં પાસ તો જ નવા સેમેસ્ટરમાં એન્ટ્રી

    8 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિત દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં હવે ડિગ્રી મેળવવા પુસ્તકિયા જ્ઞાન સાથે શારીરિક ક્ષમતા પણ સાબિત કરવી પડશે. UGC દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને શિક્ષણનો ભાગ બનાવાયો છે. NEP-2020ને અનુરૂપ આ ફેરફારો દરેક યુનિવર્સિટીએ લાગુ કરવાના રહેશે. હવે 12 મિનિટની દોડ, પુશ-અપ્સ કે સિટ-અપ્સ સહિત શારીરિક કસોટીમાં દેખાવથી જ વિદ્યાર્થીને આગામી સેમેસ્ટરમાં પ્રવેશ અપાશે. UGC કહે છે કે કોલેજોમાં રમતગમતની સુવિધાનો ઉપયોગ મર્યાદિત રહેવાથી શારીરિક પ્રવૃત્તિને મૂલ્યાંકન પદ્ધતિ સાથે જોડાઈ છે. વિદ્યાર્થીની સહનશક્તિ અને સંકલન ક્ષમતાથી તેને શૈક્ષણિક રીતે લાયક ગણાશે. VNSGU દ્વાર પણ નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવા તૈયારી શરૂ કરી છે. જે અમલમાં આવ્યા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતની કોલેજોમાં નવી માર્ગદર્શિકાનું પાલન થશે. આ છે કૂપર ટેસ્ટ અને મહત્વ UGC દ્વારા દાખલ 12 મિનિટની દોડ પાછળ વૈજ્ઞાનિક અભિગમ છે. ડો. કેનેથ કૂપરે 1968માં અમેરિકન આર્મી માટે આ ટેસ્ટ તૈયાર કરી હતી. તે ફેફસાં દ્વારા ઓક્સિજન લેવાની મહત્તમ ક્ષમતા માપે છે. શારીરિક પ્રવૃત્તિ દરમિયાન શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન્સ મુક્ત થાય છે, જે કુદરતી રીતે તણાવ ઘટાડી યાદશક્તિ વધારે છે. વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાં આ પદ્ધતિ પહેલેથી અમલી છે. મારા કામની વાત આ છે 12 મિનિટની ફિટનેસ ફોર્મ્યુલા આ ફેરફાર VNSGUમાં થશે
    Click here to Read More
    Previous Article
    Eid Mubarak 2026: 40+ Eid ul Fitr Wishes, Short Quotes, Messages, Status To Share With Loved Ones
    Next Article
    નોકરી ન્યુઝ:રેલવેમાં 11,127 આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી થશે, માસિક પગાર રૂ. 35 હજારથી વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment