Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:રોજગારીનો 'સેતુ' સંધાયો

    5 days ago

    વડોદરા-આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજ પરનો લિંક સ્પાન ગર્ડર ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે શુક્રવારે ફીટ કરાયો હતો. 47 મીટર લાંબો અને 100 ટનનો ગર્ડર 150 ટન વજન સહન કરી શકે છે. આ બ્રિજ ટુ વ્હીલર્સ ચાલક અને પગપાળા જતા લોકો માટે 8થી 10 દિવસમાં ધમધમતો કરવાનું આયોજન છે. ગત વર્ષે 12 જૂને ગંભીરા બ્રિજની કરુણાંતિકા બાદ તૂટી પડેલા ગર્ડરની જગ્યાએ નવો ગર્ડર નાખવાનો હતો. જેનું કામ 1 જાન્યુઆરીએ શરૂ થયું હતું. 20 મેએ ગર્ડર ગોઠવાતા 89 દિવસમાં કામ પૂર્ણ થયું હતું. આ વિશે મર્કના પ્રોજેક્ટ ઇન્ચાર્જ પરાગભાઇએ જણાવ્યું કે, પુલના એક છેડેથી 150 ટનનો ગર્ડર ખેંચવામાં 72 કલાક થયાં. દર 3 મિનિટે 250 મીમી ખેંચાતો હતો. બોરસદ-આંકલાવનો ટ્રાફિક શરૂ થશે. વડોદરા-આણંદના 30થી વધુ કંપનીના 3 હજાર કર્મી અને 700થી વધુ વિદ્યાર્થીઓના સમય-નાણાંની બચત થશે, એક સાથે 50 ટુ-વ્હીલર પસાર થશે. ગર્ડર ફિટ કરવા માટે કંપનીએ એક પણ રૂપિયો ન લીધો પોરબંદરની મર્ક કંપનીએ આ ગર્ડર ફિટિંગ નિઃશુલ્ક કરી આપ્યું છે. આ વિશે આરએન્ડબીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. સદભાવનામાં કંપનીએ આ કામ ફ્રી ઓફ કોસ્ટ કર્યું છે. આ કામનો ખર્ચ રૂ. 4.5 કરોડ રૂપિયા જેટલો થાત. 150 ટનની થેલીઓ મૂકી બ્રિજની વજન ક્ષમતા માપી આ કામમાં ગર્ડર પ્લેટનું અને હાલના બ્રિજ બંનેની મજબૂતીનું મલ્ટીપલ લેયર વાઇઝ ટેસ્ટિંગ કરાયું છે. ગર્ડર પ્લેટ પર 1 ટનની 150 થેલીઓ મૂકવામાં આવી હતી. પછી ટેસ્ટિંગ થયું હતું. જ્યારે બ્રિજની મજબૂતી માટે તેના ગર્ડર સહિતના લેયરનું ટેસ્ટિંગ કરાયું હતું. આ ટેસ્ટિંગના રિપોર્ટ્સ આવ્યા બાદ 18 માર્ચથી બ્રિજ પરથી પ્લેટ-ગર્ડર લાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પ્રિમીયમ પેટ્રોલના ભાવમાં લીટરે ₹2.35નો વધારો; રૂપિયો ઓલટાઈમ લો, ધુરંધર-2ની એક જ દિવસમાં 100 કરોડની કમાણી
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:CGMSમાં 63% વધારો, 6.28 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment