Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:CGMSમાં 63% વધારો, 6.28 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે

    5 days ago

    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા (સીજીએમએસ) 4 એપ્રિલે યોજાશે. પરિણામ એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જાહેર કરાશે. સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ એક્ટ હેઠળ ધો. 1માં પ્રવેશ લઈ ધો. 8 સુધી સળંગ અભ્યાસ કરેલા નબળા અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ધો. 9થી 12 સુધી અભ્યાસ ચાલુ રાખવા સ્કોલરશિપ આપવામાં આવે છે. 2023માં 3,97,417 વિદ્યાર્થીઓ સામે ચાલુ વર્ષે આ સંખ્યા વધીને 6,28,407 પર પહોંચી છે. એટલે કે 63 ટકાનો વધારો થયો છે. મેરિટના આધારે પસંદ થયેલા 25 હજાર વિદ્યાર્થીને પ્રતિ વર્ષ રૂ. 25 હજારની સહાય અપાશે. કુલ રૂ. 62.5 કરોડની સ્કોલરશિપ ફાળવાશે. પરીક્ષા 150 મિનિટની રહેશે. કુલ 120 ગુણના 120 પ્રશ્નો પુછાશે. પરીક્ષાની જાણકારી બાબતે જાગૃતિ વધતા સંખ્યામાં વધારો થયો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારા પાછળ એક કરતા વધારે કારણો જવાબદાર છે. સરકાર દ્વારા અપાતી સ્કોલરશિપની જાણકારી વાલીઓને મળતા લાભ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બાળકોમાં રહેલી શૈક્ષણિક ગુણવત્તાને સરકાર તરફથી મળતા પ્રોત્સાહનનો લાભ લેવા પરત્વે જરૂરિયાત મંદ અને વંચિત વર્ગના બાળકોમાં જાગૃત્તિ વધી છે. શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને નાની વયથી સ્કોલરશિપ મેળવવા માર્ગદર્શક બની રહ્યા છે.’ > ડો કિરીટ જોષી, શિક્ષણશાસ્ત્રી ધો. 8નો સળંગ અભ્યાસ કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે સીજીએમ પરીક્ષામાં કયા વર્ષમાં કેટલા વિદ્યાર્થી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:રોજગારીનો 'સેતુ' સંધાયો
    Next Article
    નોકરી ન્યૂઝ:રેલવેમાં 11127 આસિસ્ટન્ટ લોકો પાઈલટની ભરતી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment