Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેલ સિપાઈ પર હુમલો:અમરેલી ખાતે ઓપન જેલમાં કેદી દ્વારા સિપાઈ પર સ્ટીલની બરણી વડે હુમલો

    1 week ago

    ભાસ્કર ન્યૂઝ.અમરેલી અમરેલી જિલ્લા જેલના ઓપન જેલ વિભાગમાં દૂધ વિતરણને લઇને થયેલી બોલાચાલી બાદ કેદી દ્વારા જેલ સિપાઈ પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી હતી. દરમિયાન આ ઘટનામાં સિપાઈને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી. જોકે, આ અંગેની વધુ તપાસ પણ ચાલી રહી છે. આ ઘટનાની મળતી વિગત અનુસાર, તા.18 માર્ચના રોજ સાંજે 6:30 વાગ્યે ઓપન જેલના પાકા કેદી વાલજીભાઈ વેલજીભાઈ સાંગા દ્વારા દૂધ વિતરણનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. તે સમયે અમરેલીના કાર્તિક રાઠોડ નામના વ્યક્તિએ દૂધ આપવા બાબતે બોલાચાલી અને માથાકૂટ શરૂ કરી હતી. દૂધ પૂર્ણ થઈ ગયું હોવાથી બરણી ભરી શકાય તેમ ન હોવાનું જેલ સ્ટાફ દ્વારા સમજવામાં આવવા છતાં શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો, અને જેલના ક્લાર્ક રણજીતભાઈ તેમજ અન્ય સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું. આ દરમિયાન કેદીએ જેલ સિપાઈ ચંદ્રેશભાઈ એમ. વાળા સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી પોતાના હાથમાં રહેલી સ્ટીલની બરણી વડે તેમના માથાના ભાગે મારતા તેમને ઇજા પહોંચાડી એટ્રોસિટી તથા મારામારીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે અમરેલી ઓપન જેલના કાર્યકારી અધિક્ષક એ.એન. પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કાર્તિક રાઠોડ સામે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, હુમલો અને ધમકી આપવાના ગુનામાં કાયદેસરની આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ઠગાઈનો મોટો બનાવ સામે આવ્યો:શેરમાં ઊંચા નફાની લાલચ ‎આપી 1.22 કરોડ પડાવ્યા‎
    Next Article
    ધમકી:ઘરકામ મુદ્દે મહિલાને મારપીટ, જાનથી મારી નાખવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment