Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત:ટ્રકની પાછળ અથડાતા આઇસરનો કચ્ચરઘાણ, ફાયર વિભાગે કેબિન કાપી મૃતદેહ બહાર કાઢ્યો

    11 hours ago

    વડોદરા નજીક હાંડોદ ગામ પાસે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરત તરફ જતાં ઠંડા પાણી ભરેલો આઇશર ટ્રક અન્ય ટ્રક પાછળ ધડાકાભેર અથડાયો હતો. એક્સપ્રેસ વે પર સર્જાયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટક્કર થતા જ આઇસર ટ્રકનું કેબિન આગળની તરફ નમી ગયું હતું અને ડ્રાઈવરની બોડી લટકતી હાલતમાં જોવા મળી હતી. ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા ફાયર વિભાગે કેબિન કાપી તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગને દોઢ કલાકની જહેમતે ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢ્યો આ ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં આધુનિક હોલમેટ્રો કટીંગ ટૂલ્સનો ઉપયોગ કરીને કેબિનના પતરાં કાપીને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો. આ કામગીરી કરતા ફાયર વિભાગને દોઢ કલાકની ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ ડ્રાઈવરનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું હતું. પોલીસે ડ્રાઈવરનો મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો આ અકસ્માતની ઘટનામાં મૃતક ડ્રાઈવરની ઓળખ ભરત હરમાનભાઈ પરમાર (ઉ.વ. 46) (રહે. સોખડા ગામ, ઉગમણું ફળીયું, તાલુકો-માતર, જિલ્લો-ખેડા) તરીકે થઈ છે. તેઓ વ્યવસાયે ડ્રાઈવર હતા. કરજણ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વ્યાજખોરોના રી-કન્સ્ટ્રક્શનમાં મૃતક સુરતી વેપારીની પત્ની ધ્રૂસકે-ધ્રૂસકે રડી, VIDEO:પોલીસને બે હાથ જોડીને કહ્યું- 'બીજા કોઈ સાથે આવું ન કરે એવી મોટી સજા આપજો'
    Next Article
    સફાઈ અને ગ્રીન કવર પાછળ કૌભાંડની ગંધ:શહેરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી વૃક્ષારોપણ કર્યા બાદ કેટલા વૃક્ષો હોવા અંગેની માહિતી નહીં, BRTS બસ સ્ટેન્ડોની સફાઈનો ખર્ચ વધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment