Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડીલોનું સાંજે મૃત્યુ થાય તો ડેથ સર્ટિ મળવામાં મૂશ્કેલી:રાજકોટમા વિજ પોલ ઉપાડવા જતા ગેસ લાઇન ઉખડી, બસ સ્ટેશનમાં પોસ્ટર લાગ્યા - 'ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ માન્ય નથી'

    6 days ago

    મનપામાં હવે ચૂંટાયેલી બોડી નથી ત્યારે 60 વર્ષ ઉપરના લોકોના મૃત્યુના કેસમાં આરોગ્ય કેન્દ્રમાંથી દાખલો આપવાની વ્યવસ્થા મનપાએ કરી છે પરંતુ તેનો સમય વધારીને સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો કરવાની રજુઆત કમિશનરને કરવામાં આવી છે જેના પરથી કમિશનરે લોકો હેરાન ન થાય તેવી વ્યવસ્થા કરવા મેડીકલ ઓફિસર્સને સુચના આપી છે. આજે 20 માર્ચના ભાજપના પૂર્વ કોર્પોરેટર નિલેશ જલુએ કમિશનરને પત્રથી રૂબરૂ રજુઆત કરતા જણાવ્યું હતું કે, સિનિયર સીટીઝનના મૃત્યુ સમયે અગ્નિદાહ માટે જે તે વિસ્તારનાં કોર્પોરેટરના દાખલાના આધારે ફાયર વિભાગ દ્વારા અગ્નિદાહની મંજુરી મળે છે પરંતુ ગત તા.11નાં રોજ મનપાની ચુંટાયેલ પાંખની મુદત પૂર્ણ થતાં કોર્પોરેટરની તમામ સત્તાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેથી દાખલા માટે મનપાએ તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સુવિધા શરૂ કરી હતી.જેના પ્રથમ દિવસે જ દેકારો બોલી ગયો છે. કારણકે સાંજે 6 વાગ્યા બાદ આરોગ્ય કેન્દ્ર બંધ થઈ જતાં હોય અને સવારે 9 વાગ્યે ખુલતાં હોવાથી આ વચ્ચેના સમય દરમિયાન કોઈનું મૃત્યુ થાય ત્યારે સ્વજનોએ 15 કલાક મૃતદેહ ઘરમાં સાચવી રાખવા મજબૂર બનવું પડી રહ્યું છે. આ મુદ્દે સત્વરે ઘટતુ કરવાની જરૂર છે. પ્રથમ દિવસે જ એક વિસ્તારમાં સાંજે 6 વાગ્યા બાદ એક સિનિયર સિટીઝનનું મૃત્યુ થતાં સ્વજનો આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા ત્યાં તાળુ હોવાથી પરત ફર્યા હતા અને મૃતદેહ 15 કલાક ઘરે રાખ્યા બાદ સવારે 9 વાગ્યે મરણનો દાખલો મળ્યો હતો. જેથી સવારે 7 થી રાત્રીના 9 વાગ્યા સુધીનો સમય કરવા રજુઆત કરવામાં આવી છે. કૃષ્ણનગર રોડ પર વૃક્ષ - વીજ પોલ ઉપાડવા જતા ગેસ લાઇન ઉખડતા ઉહાપોહ શહેરમાં 19 માર્ચના સાંજે એકાએક મીની વાવાઝોડા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. આ દરમ્યાન વોર્ડ નં.13માં વોર્ડ ઓફિસ સામેના કૃષ્ણનગર મેઇન રોડ પર વૃક્ષ બાદ વીજ થાંભલો પડતા આ થાંભલો ઉપાડવાની કામગીરી દરમ્યાન ગેસ લાઇન ઉખડી જતા દોડધામ થઇ પડી હતી. ગેસ કંપનીના સ્ટાફે મુખ્ય લાઇન બંધ કર્યા બાદ આજે 20 માર્ચના રીપેરીંગ કામ હાથ ધર્યુ હતું જે કારણે કલાકો સુધી અડધો ડઝન વિસ્તારમાં ગેસ પુરવઠો બંધ રહેતા ગૃહિણીઓ રસોઈ ન કરી શકતા ઉહાપોહ મચી ગયો હતો. ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆતોથી રાજકોટ એસટી વિભાગ ત્રાહીમામ ગુજરાતી એસ.ટી. હિત રક્ષક સમિતિ માન્ય નથી તેવા પોસ્ટર રાજકોટ એસટી બસ સ્ટેશનમાં લાગ્યા છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, ગુજરાત એસ.ટી. નિગમ દરેક મુસાફરોને સ્વચ્છ, સલામત, સમયબધ્ધ અને આરામદાયક મુસાફરીની સુવિધા મળી રહે અને મુસાફરી દરમ્યાન કોઈપણ મુસાફરોને કોઈપણ પ્રકારે મુશ્કેલી ન પડે તે માટે હરહંમેશ કટ્ટીબધ્ધ છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિના નામે એસ.ટી.નિગમના મુસાફરોને ગુમરાહ કરી સરકારી પરિવહન સેવા આપતી એસ.ટી. નિગમ/સરકારની સ્વચ્છ છબીને ખરાબ ચીતરી વર્તમાનપત્રોમાં પોતાની વાહવાહી થાય અને પોતાના ફોટા છપાવી સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે અમુક વ્યકિત સક્રિય છે. જે બાબતે દરેક મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે ગુજરાત એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિ નામની કોઈપણ સંસ્થા એસ.ટી.નિગમ/સરકાર દ્વારા માન્યતા ધરાવતી નથી. આવી કોઈપણ વ્યક્તિથી દરેક મુસાફરોને સાવચેત રહેવા વિનંતી છે. કોઈપણ મુસાફરોને કોઈ ફરિયાદ/સૂચન હોય તો ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ /અધિકારીનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી અથવા GSRTC ની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in પર આપની ફરિયાદ/સૂચન મોકલી આપવા વિનંતી છે. 11 વર્ષના બાળકે એક માસ રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી રમઝાન ઇસ્લામ ધર્મનો પવિત્ર મહિનો છે. રમઝાન દરમિયાન ઇસ્લામ ધર્મના લોકો 30 દિવસ સુધી રોઝા રાખે છે અને અલ્લાહની ઈબાદત કરે છે ત્યારે રાજકોટના ડો. સોહીલ જેરીયાના પુત્ર 11 વર્ષના કબીર જેરીયાએ રમઝાન માસ દરમિયાન કાળઝાળ ગરમીમાં પણ મક્કમ મન રાખીને પૂરો મહિનો રોઝા રાખ્યા હતા. તેની ઈબાદત અને માસુમિયત જીવનના સાચા માર્ગની દિશા બતાવે છે. આ સાથે પવિત્ર મહિનામાં માસુમ બાળકની પ્રાર્થના સમગ્ર ભારત દેશના સર્વે લોકો માટે કોમી-એકતા ભાઈચારો અને સુખ-શાંતિ, સમૃદ્ધિ માટે તેમને દુઆઓ પણ કરી હતી. આ માસુમની બંદગી અને ઈબાદત ખુબ પ્રશંસનીય છે. કોટડાસાંગાણીના સાપર ગામે 42 ગેસ સિલિન્ડર સીલ રાજકોટ કલેકટર તથા જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન તથા સુચના અનુસાર કોટડા સાંગાણી તાલુકાના સાપર ગામે અનઅધિકૃત રીતે વેચાણ થતા 42 ગેસના સીલેન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. જેની કુલ કિંમત રૂ. 48,050 રૂપિયા થાય છે. ગેસની અછત વચ્ચે ઘરેલું ગેસની કાળા બજારી અટકાવવા તેમજ હોટેલ અને રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ઉપયોગ ન થાય તે માટે પુરવઠા વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ક્લેક્ટર કચેરીમાં બુધવારે લેન્ડ ગ્રેબિંગ બેઠકમાં 40 કેસની સુનાવણી થશે રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.25ને બુધવારે કલેકટર ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક આયોજીત કરવામાં આવી છે. જેમાં 40 જેટલા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.જે પૈકીના 10 અરજદારોને સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવા ફરમાન કરાયું છે. આ બેઠકમાં અન્યોની મિલ્કત હડપ કરનારા તેમજ સરકારી જમીન પર પેશકદમી કરનારા સામે કાયદાનો સકંજો કસવામાં આવશે. લેન્ડ ગ્રેબીંગ કમિટીની આ બેઠકમાં કલેકટર ડો.ઓમપ્રકાશ, અધિક કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, ડેપ્યુટી કલેકટરો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    રામનવમી અને મહાવીર જયંતી નિમિત્તે સુરત મનપાનો અહિંસાનો સંદેશ:સલાબતપુરા અને રાંદેર વિસ્તારમાં કતલખાનાઓ બંધ રાખવા મહાનગરપાલિકાનો આદેશ
    Next Article
    Iran War Jolt: Saudi Officials Predict Oil Could Surge Past $180 By Late April, Says Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment