Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમી અને મહાવીર જયંતી નિમિત્તે સુરત મનપાનો અહિંસાનો સંદેશ:સલાબતપુરા અને રાંદેર વિસ્તારમાં કતલખાનાઓ બંધ રાખવા મહાનગરપાલિકાનો આદેશ

    4 days ago

    આગામી દિવસોમાં આવી રહેલા પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 'શ્રી રામનવમી' અને 'મહાવીર જયંતી'ના પાવન ધાર્મિક આસ્થાની જાળવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા તમામ કતલખાનાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સલાબતપુરા અને રાંદેરમાં કતલખાનાઓ બંધ રાખવા મનપાનો આદેશ સુરત મહાનગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા અને સ્થાયી સમિતિના ઠરાવ ક્રમાંક 261 (તારીખ 20/02/1976) ના આદેશોનું પાલન કરતા આ નિર્ણય લેવાયો છે. ભારતીય સંસ્કૃતિમાં રામનવમી અને મહાવીર જયંતીનું વિશેષ મહત્વ છે. ભગવાન રામ અને ભગવાન મહાવીરના અહિંસા અને કરુણાના સંદેશને માન આપીને આ દિવસે જીવહિંસા ન થાય તે હેતુથી પાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવે છે. કોઈપણ પ્રકારનું માંસનું વેચાણ થઈ શકશે નહીં પાલિકા દ્વારા શ્રી રામનવમી તારીખ 26 માર્ચ, 2026, ગુરુવારના રોજ અને મહાવીર જયંતી 31 માર્ચ, 2026, મંગળવારના રોજ આ બંને દિવસો દરમિયાન સુરત મહાનગરપાલિકાના નિયંત્રણ હેઠળ આવતા સલાબતપુરા અને રાંદેર વિસ્તારમાં કાર્યરત કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારનું માંસનું વેચાણ આ સ્થળોએ થઈ શકશે નહીં. આદેશનું ઉલ્લંઘન કરશો તો કાર્યવાહી થશે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ઇસમોએ આ સૂચનાની ગંભીરતાથી નોંધ લેવી. જો કોઈ પણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરતા જણાશે, તો પાલિકાના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- પત્ની નોકરાણી નથી, લાઇફ પાર્ટનર છે:છૂટાછેડાના કેસમાં કહ્યું- રસોઈ ન બનાવવી એ ક્રૂરતા નથી, ઘરના કામ પતિની પણ જવાબદારી
    Next Article
    વડીલોનું સાંજે મૃત્યુ થાય તો ડેથ સર્ટિ મળવામાં મૂશ્કેલી:રાજકોટમા વિજ પોલ ઉપાડવા જતા ગેસ લાઇન ઉખડી, બસ સ્ટેશનમાં પોસ્ટર લાગ્યા - 'ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ માન્ય નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment