Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પત્ની નોકરાણી નથી, જીવનસાથી છે':છૂટાછેડાના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું- રસોઈ ન બનાવવી એ ક્રૂરતા નથી, ઘરના કામ પતિની પણ જવાબદારી

    1 week ago

    સુપ્રીમ કોર્ટે શુક્રવારે છૂટાછેડા સંબંધિત એક કેસમાં કહ્યું, ‘પત્નીનું ભોજન ન બનાવવું અથવા ઘરના કામકાજ બરાબર ન કરવા એ ક્રૂરતા ગણી શકાય નહીં. તમે નોકરાણી સાથે લગ્ન નથી કરી રહ્યા, પરંતુ જીવનસાથી સાથે કરી રહ્યા છો.' જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કહ્યું- હવે સમય બદલાઈ ગયો છે અને પતિએ પણ ઘરના કામોમાં સમાન જવાબદારી નિભાવવી પડશે. આજના સમયમાં પતિએ પણ રસોઈ બનાવવી અને ઘરના કામ કરવા જોઈએ.’ બેન્ચે આ કેસમાં અંતિમ ચુકાદો આપ્યો નથી. કેસની આગામી તારીખે પતિ-પત્નીને સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવા જણાવ્યું છે. બંનેના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા, 8 વર્ષનો દીકરો પણ છે બંનેના લગ્ન વર્ષ 2017માં થયા હતા અને તેમને 8 વર્ષનો એક પુત્ર છે. પતિ સરકારી શાળામાં શિક્ષક છે, જ્યારે પત્ની લેક્ચરર છે. દલીલો મુજબ, પત્ની આર્થિક રીતે પતિ કરતાં વધુ સારી સ્થિતિમાં છે અને તેણે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું ભરણપોષણ કે ગુજરાન ભથ્થું માંગ્યું નથી. પતિનો આરોપ છે કે લગ્નના એક અઠવાડિયા પછી જ પત્નીનો વ્યવહાર બદલાઈ ગયો. તે તેની સાથે ખોટી રીતે વર્તવા લાગી અને તેના તથા તેના માતા-પિતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરતી હતી. તેણે ઘરનું ભોજન બનાવવાની પણ ના પાડી દીધી. પતિએ એમ પણ કહ્યું કે બાળકના જન્મ પછી થયેલા નામકરણ સંસ્કારમાં તેને બોલાવવામાં આવ્યો ન હતો. જ્યારે, પત્નીનું કહેવું છે કે તે બાળકના જન્મ માટે પતિ અને તેના પરિવારની સંમતિથી તેના પિયર ગઈ હતી. પરંતુ પતિ અને તેના પરિવારના લોકો જ નામકરણ સંસ્કારમાં સામેલ થયા ન હતા. પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો કે તેના માતા-પિતા પાસેથી રોકડ અને સોનાની માંગણી કરવામાં આવી હતી અને તેના પર નોકરી છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. કેસ હાર્યા પછી પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી ફેમિલી કોર્ટે પતિની અરજી સ્વીકારીને ક્રૂરતાના આધારે છૂટાછેડા આપ્યા હતા. ત્યારબાદ પત્નીએ આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી. હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો નિર્ણય રદ કર્યો અને છૂટાછેડાને નામંજૂર કર્યા. હાઈકોર્ટના આ નિર્ણયથી નારાજ થઈને પતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.
    Click here to Read More
    Previous Article
    Dhurandhar 2 Movie Review, Box Office Collection LIVE Updates: Ram Charan praises Dhurandhar The Revenge; Aditya Dhar says, ‘We just tried to tell a story with honesty…’
    Next Article
    Editor’s View: ગ્રેટર ઇઝરાયલ માટે કત્લેઆમ:નેતન્યાહૂ લોહી તરસ્યા બન્યા, ઇરાનને નબળું પાડવા અમેરિકાના ખભે ધર્મની લડાઇ, ટ્રમ્પને બાટલીમાં ગેમ પલટી નાખી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment