Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રોન કેમેરાથી ઉત્તર સરદારનગર વોર્ડની કોંગ્રેસે ખોલી તંત્રની પોલ:ચોમાસા પહેલા જ ચિંતાજનક સ્થિતિની કોંગ્રેસે ખોલી પોલ

    6 days ago

    ભાવનગર શહેરમાં ગત રાત્રીના પડેલા કમોસમી વરસાદે નગરવ્યવસ્થાની ખામીઓને ખુલ્લી પાડતા ઉત્તર સરદારનગર વોર્ડ નં.12 વિસ્તારમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી, માત્ર એક જ દિવસના વરસાદમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા જનજીવન પર ભારે અસર પડી હતી જેમાં કોંગ્રેસએ ડ્રોન કેમેરાથી ઉત્તર સરદારનગરની કમોસમી વરસાદના પડતા તંત્રની પોલ ખોલી હતી, આ સમગ્ર પરિસ્થિતિને પ્રકાશમાં લાવવા ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી વોર્ડની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો, શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે ડ્રોન મારફતે સમગ્ર વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી, ડ્રોનમાં કેદ થયેલા દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે રસ્તાઓ કાદવ કીચડ થી રસ્તાઓની હાલત ખરાબ થઈ હતી જેથી વાહનચાલકોને મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો, બેદરકારીના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે ડ્રેનેજ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જતાં ગટરના પાણી પણ રસ્તાઓ પર વહી રહ્યા છે, આ અંગે કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલેએ જણાવ્યું હતું કે, વિકાસના મોટા મોટા દાવા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, એક દિવસના કમોસમી વરસાદમાં જો આવી હાલત થઈ રહી છે તો ચોમાસામાં સ્થિતિ વધુ વિકટ બનશે તે નિશ્ચિત છે, અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે કાદવ અને ગંદકીના કારણે લોકો બહાર નીકળવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે, શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને વોર્ડની ડ્રેનેજ સિસ્ટમને સુધારવામાં આવે, જો તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જનહિત માટે લડત લડાશે.. આ મુદ્દે કોંગ્રેસ ના જયેશ બારૈયા, ભાવેશ પટેલ, ભૂપત સાટીયા, નિલેશ ઢાપા, ધમભા હાલાર તથા અમિત પરમાર, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયાનું બ્લન્ડર, દિલ્હીથી કેનેડા ખોટું વિમાન મોકલ્યું:7 કલાકે ચીન પહોંચ્યા પછી ખબર પડી ને લેવો પડ્યો યુ-ટર્ન; ₹60 લાખના ઇંધણનો ધુમાડો, 300 લોકો હેરાન થયા
    Next Article
    તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોનો મોરચો:મીઠાપુરમાં 150 ફૂટના વહેણ સામે માત્ર 17 ફૂટનો પુલ, સરપંચ સહિત આખી બોડીએ આપી સામૂહિક રાજીનામાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment