Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્માના ઝીલિયામાં ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર:મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈના કબજા વાળી ગૌચર જમીન ખાલી કરાવાઈ

    9 hours ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન પર હુમલા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ દેસાઈ દ્વારા ગૌચરની જમીન પર બનાવેલા ગેરકાયદેસર 'ઝીલિયા ફાર્મહાઉસ' પર બુલડોઝર ફેરવી દેવાની શરૂ આત થઈ ગઈ છે. આ ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં રહી છે આ ઘટના થોડા સમય પૂર્વે પોલીસ વાન પર થયેલા હુમલાના પગલે બની છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 18 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ હુમલા બાદ વહીવટી તંત્રએ કાયદો અને વ્યવસ્થાને પડકારનારા તત્વો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે ભાવેશ દેસાઈએ ચાણસ્મા પંથકમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને 'ઝીલિયા ફાર્મહાઉસ'નું નિર્માણ કર્યું હતું. આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા આજે સાંજે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં અનેક જેસીબી મશીનો દ્વારા ફાર્મહાઉસના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું. ગુનેગારોના આર્થિક સામ્રાજ્ય અને ગેરકાયદેસર મિલકતો પર તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત યથાવત છે અને દબાણ હટાવવાની પ્રક્રિયા બે જેસીબી મશીન દ્વારા ગેટ અને દીવાલ તોડવાની કામગીરી ચાલુ છે ચાણસમા તાલુકા વિસ્તરણ અધિકારી અંબાલાલ બી. ચૌધરી એ જણાવ્યું હતું કે ઝીલિયા ગામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ નામના વ્યક્તિએ અરજી કરેલી હતી. અરજી કરતા અમોએ આ જગ્યાની કુલ સર્વે નંબર, સર્વે નંબર 166 છે. જેમાં 3 હેક્ટર, 8 ગુંઠા, 29 ચોરસ મીટર જમીન હતી, જેમાંથી 0-71-10 ચોરસ મીટર જમીન દબાણમાં મળેલી છે. તેના માટે અમે 04-11-2025 ના રોજ માપણી માટે ગ્રામ પંચાયતની ફી ભરેલી હતી અને 10-11-25 ના રોજ આ જગ્યાની માપણી થયેલી હતી અને 20-03-2026 ના રોજ આ સવારે માપણી સીટ મળી અને હદ નિશાન નક્કી થઈ, ગ્રામ પંચાયત દ્વારા દબાણની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. અંબાલાલ બી. ચૌધરી વધુ માં જણાવ્યું હતું કે વેલ્યુ લગભગ 28 લાખની ઉપર જંત્રી હશે, દબાણની અંદર પાકું બે માળનું એક મકાન છે, પતરાવાળું પાકું ઢાળિયું છે, એક સમાધિ છે, પેવર બ્લોક રોડ છે અને પાકો વરંડો છે. આખે આખું ફાર્મ હાઉસ આજે સવારે હદ નિશાન કરવામાં આવેલી છે તે મુજબ તમામ આખું ફાર્મ હાઉસ દબાણ હેઠળ હતું. તે ગૌચરની જમીન છે. પાટણ ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે 'હાલ જે રીતે મેં આપને કીધું એ રીતે પંચાયત વિભાગ, મામલતદાર અને અમારી પોલીસની સમગ્ર ટીમ આ સ્થળ ઉપર હાજર છે. અને ગૌચરની જમીન ઉપર જે ઇલીગલ કન્સ્ટ્રક્શન હતું, એન્ક્રોચમેન્ટ (દબાણ) હતું એ હટાવવાની કામગીરી ચાલુમાં છે. ઘણું બધું એન્ક્રોચમેન્ટ હટી પણ ગયું છે, બાકીનું જે એન્ક્રોચમેન્ટ હટાવવાનું છે એની કામગીરી હાલ ચાલુમાં છે. જ્યાં સુધી આ એન્ક્રોચમેન્ટ હટશે નહીં ત્યાં સુધી પોલીસ...હાજર રહેશે અત્યારે તમે આ પણ વિસ્તારમાં જોઈ શકો છો કે જે એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ છે અને આજુબાજુનો વિસ્તાર છે, ઈવન (પણ) ગામમાં પણ પૂરતો બંદોબસ્ત છે. PSI PI અને મારી આખી ટીમ અત્યારે સ્થળ ઉપર હાજર છે અને જ્યાં સુધી આ દબાણ હટાવવાની કામગીરી પૂરી નહીં થશે ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેશે.અત્યારે આ પ્રોસેસ ચાલુ છે'
    Click here to Read More
    Previous Article
    વાપીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારના જામીન નામંજૂર:આરોપી પતિની 45 દિવસની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી
    Next Article
    The last question: What exactly is MS Dhoni’s role at CSK in IPL 2026?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment