Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલને ધમકી આપ્યા બાદ ઈરાની અધિકારીનું મોત:કહ્યું હતું- નેતન્યાહુ માટે સરપ્રાઇઝ તૈયાર છે; થોડા કલાકો બાદ એરસ્ટ્રાઇકમાં માર્યા ગયા

    1 week ago

    ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના પ્રવક્તા જનરલ અલી મોહમ્મદ નૈનીનું શુક્રવારે હવાઈ હુમલામાં મોત થયું છે. IRGCએ એક નિવેદન જાહેર કરીને તેમના મોતના સમાચારની પુષ્ટિ કરી છે. અહેવાલો મુજબ, તાજેતરના હુમલામાં નૈનીને નિશાન બનાવ્યા હતા. નૈનીએ પોતાના છેલ્લા નિવેદનમાં કહ્યું હતું કે ઇઝરાયલ અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે ‘સરપ્રાઈઝ’ તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઈલ ક્ષમતા તેની ચરમસીમા પર છે અને દુશ્મનને જલ્દી જ તેની અસર જોવા મળશે. નૈનીએ એવું પણ કહ્યું હતું કે યુદ્ધ છતાં ઈરાન સતત મિસાઈલનું ઉત્પાદન કરી રહ્યું છે અને તેની પાસે પૂરતો ભંડાર હાજર છે. પરંતુ તેમનું આ નિવેદન સામે આવ્યાના ગણતરીના કલાકો બાદ જ IRGCએ પુષ્ટિ કરી કે નૈની અમેરિકી-ઈઝરાયલી હુમલામાં માર્યા ગયા છે. ઈરાને આ હુમલાને 'કાયરતાપૂર્ણ' ગણાવતા કહ્યું કે આ તેના ટોચના સૈન્ય નેતૃત્વને નિશાન બનાવવાની ષડયંત્રનો એક ભાગ છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ભારતી-હર્ષે પહેલીવાર કાજુનો ચહેરો દેખાડ્યો:ફેસ રિવીલ પાર્ટી માટે ખાસ ઓશન થીમ રાખી; ફોટો અને વીડિયો જોઈ ચાહકોએ પ્રેમ વરસાવ્યો
    Next Article
    'યુદ્ધ જો કોઈ રોકાવી શકે તો તે ભારત છે':નાગપુરમાં સંઘવડા ભાગવતે કહ્યું- ભારત પાસે ધર્મશક્તિ, બંધુભાવ અને માનવતા છે, આ વાત દુનિયા જાણે છે એટલે ભારત પાસે આશા રાખે છે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment