Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતી-હર્ષે પહેલીવાર કાજુનો ચહેરો દેખાડ્યો:ફેસ રિવીલ પાર્ટી માટે ખાસ ઓશન થીમ રાખી; ફોટો અને વીડિયો જોઈ ચાહકોએ પ્રેમ વરસાવ્યો

    1 week ago

    ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયાએ પહેલીવાર નાના દીકરા યશવીર ઉર્ફે કાજુનો ચહેરો રિવીલ કર્યો છે. કાજુનો ચહેરો દેખાડવા માટે કોમેડિયને એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. બંનેએ તેમની યુટ્યુબ ચેનલ પર એક વ્લોગ અપલોડ કરીને ચાહકોને નાના દીકરાનો ચહેરો દેખાડ્યો હતો. ગુલાબના ગુલદસ્તાથી કાજુનો ચહેરો છૂપાવ્યો ભારતી અને હર્ષે ખાસ ઓશન થીમની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં પરિવારના સભ્યો અને કેટલાક અંગત મિત્રો જ સામેલ થયા હતા. પાર્ટીમાં ગોલો (ભારતી અને હર્ષનો મોટો દીકરો લક્ષ્ય) પણ દાદી-નાની સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. કાજુનો ચહેરો દેખાડવા માટે પણ ખાસ આયોજન કર્યું હતું. ભારતી અને હર્ષે ગુલાબના ગુલદસ્તાથી કાજુનો ચહેરો છૂપાવી રાખ્યો હતો. બાદમાં બંને ગુલદસ્તાને સાથે ઉઠાવે છે અને કાજુનો ચહેરો દેખાડે છે. કાજુના ક્યુટ ફોટો પોસ્ટ કર્યાં યુટ્યુબ ઉપરાંત ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પણ કાજુ સાથેના ફોટો શેર કર્યા છે. ફોટોમાં ગોલો, હર્ષ અને ભારતી આઇસ બ્લૂ કલરના મેચિંગ કપડાં પહેરેલા જોવા મળી રહ્યા છે, જ્યારે કાજુ સફેદ કપડાંમાં દેખાઈ રહ્યો છે. બીજા ફોટોમાં કાજુ ક્યુટ કાર પર સૂતેલો જોવા મળી રહ્યો છે. સેલેબ્સ અને ચાહકોએ પ્રેમ વરસાવ્યો ભારતી અને હર્ષે કાજુનુ ફેસ રિવીલ કરતા જ સોશિયલ મીડિયા પર ચાહકોએ કાજુ પર પ્રેમ વરસાવવાનો શરૂ કરી દીધો છે. કેટલાક લોકો તેની અણસાર ભારતી જેવી હોવાનું, તો કેટલાક ચાહકો તેની અણસાર હર્ષ જેવી હોવાનું કહી રહ્યા છે. જન્મના બે દિવસ બાદ દીકરાને જોઈ ભારતી ભાવુક થઈ ગઈ હતી થોડા સમય પહેલા ભારતી અને હર્ષે તેમના યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ભારતી હૉસ્પિટલમાં જોવા મળી હતી. વીડિયોની શરૂઆતમાં તે કહે છે કે, જન્મના બે દિવસ બાદ આખરે આજે તેને કાજુ આપવામાં આવશે. ભારતી કહે છે, ‘અહીંયા હૉસ્પિટલમાં બાળકના આંખ, કાન બધું જ ચેક કરવામાં આવે છે. એક વખત ચેક થઈ ગયા બાદ તેને માતા-પિતાને સોંપવામાં આવે છે. આજે અમને અમારો કાજુ આપશે.’ ત્યારબાદ નર્સ કાજુને લઈને ભારતીના રૂમમાં આવે છે. તેને જોઈને જ ભારતી ભાવુક થઈ જાય છે. તે ઝડપથી કાજુ પાસે પહોંચી જાય છે. તે નર્સને દીકરાને ખોળામાં આપવાનું કહે છે. જેવી નર્સ બાળકને ખોળામાં આપે છે, ભારતીના આંખમાં હરખના આંસુ આવી જાય છે. તે દીકરાને જોઈને રડવા લાગે છે. ભારતી દીકરાને 'કાજુ' કહીને બોલાવે છે, તેના જવાબમાં કાજુ પણ 'ઉંહ...' કરે છે અને ભારતીના હરખનો પાર રહેતો નથી. તે દીકરાને વહાલથી કિસ કરે છે અને કહે છે, આ જુઓ કેટલો વહાલો છે. 'વહાલો અને હેલ્ધી બેબી છે' પછી તે કાજુને કેમેરા તરફ ફેરવે છે અને કહે છે, 'આજે ફાઇલની કાજુ મારા હાથમાં આવી ચૂક્યો છે. તે ખૂબ જ વહાલો, સુંદર અને હેલ્ધી બેબી છે, એકદમ ગોલા જેવો. ખબર નહીં તેની અણસાર મારા પર ગઈ છે કે હર્ષ પર. ફાઇનલી, ફાઇનલી, ફાઇનલી... કાજુ મારા હાથમાં છે. ગણપતિ બાપ્પા મોરયા.' પછી તે દીકરાને આશીર્વાદ આપતા કહે છે કે, 'ખુશ રહે, હંમેશા હેલ્ધી રહે.' બાદમાં તે તેના ચાહકોનો પણ આભાર માન્યો હતો. બીજી વાર માતા બની ભારતી ભારતી અને હર્ષે 2017માં લગ્ન કર્યા હતા. ભારતીએ આ પહેલા 2022માં દીકરા 'ગોલા'ને જન્મ આપ્યો હતો. તેનું અસલી નામ લક્ષ્ય છે. પહેલું બાળક આવ્યા પછી ભારતીએ બીજા બાળકની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તેણે ઘણા ઇન્ટરવ્યૂ કે શોમાં દીકરી થવાની ખ્વાહિશ સામે રાખી હતી. પોતાના વ્લોગમાં કોમેડિયને એકવાર કહ્યું હતું કે- તે ઈચ્છે છે કે આ વખતે તેમને દીકરી થાય. 'ગોલા' પછી તેને 'ગોલી' મળે. તે પછી દીપિકા પાદુકોણની જેમ પોતાની દીકરીને લહેંગા પહેરાવશે. ઓક્ટોબરમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ 6 ઓક્ટોબરે બીજી વખત માતા-પિતા બનવાની જાહેરાત કરી હતી. કપલે ફેમિલી ટ્રિપમાંથી તસવીર શેર કરીને લખ્યું હતું કે અમે ફરીથી પ્રેગ્નન્ટ છીએ.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 326 પોઈન્ટ વધીને 74,533 પર બંધ:નિફ્ટીમાં પણ 112 પોઈન્ટની તેજી, ક્રૂડ ઓઇલ ઘટીને $107 થયું
    Next Article
    ઇઝરાયલને ધમકી આપ્યા બાદ ઈરાની અધિકારીનું મોત:કહ્યું હતું- નેતન્યાહુ માટે સરપ્રાઇઝ તૈયાર છે; થોડા કલાકો બાદ એરસ્ટ્રાઇકમાં માર્યા ગયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment