Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના ઝનોર પાસે નર્મદા કિનારે બે મગર દેખાયા, વીડિયો વાઈરલ:માછીમારોમાં ભય; વન વિભાગને કાર્યવાહીની માગ

    6 days ago

    ભરૂચના ઝનોર નજીક નર્મદા નદીના કિનારે એકસાથે બે મગર જોવા મળ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, નદી કિનારે ફરવા ગયેલા કેટલાક નાવિક યુવકોએ આ મગરોને પાણીના કિનારે શાંતિથી બેઠેલા જોયા હતા. તેમણે આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર મૂકતા જ વિડીયો ઝડપથી વાઈરલ થયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને મગર નદીના કિનારે આરામની સ્થિતિમાં છે. બોટના અવાજથી તેઓ નદીમાં ઉતરી જાય છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભય અને આશ્ચર્ય ફેલાયું છે. ખાસ કરીને નદીમાં રોજિંદી માછીમારી કરતા માછીમારો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. મગરોની હાજરીને કારણે માછીમારો નદીમાં ઉતરતા પહેલા સાવચેતી રાખી રહ્યા છે, જ્યારે કેટલાક માછીમારોએ હાલ પૂરતું નદીમાં જવાનું ટાળ્યું છે. ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે મગરો કિનારા નજીક જોવા મળતા માનવી પર હુમલો કરવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરીને મગરોને સલામત રીતે દૂર ખસેડવા અથવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કંપનીના કર્મચારીને તેના જ ઈન્ચાર્જે છરી મારી દીધી:'તારે આ ટેબલ પર બેસવાનું નથી' કહીને ચપ્પુ વડે હુમલો કર્યો, મકપુરા GIDCમાંથી યુવકને સારવારમાં ખસેડાયો
    Next Article
    રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડી:દાગીના બનાવવા માટે કારીગરને કટકે-કટકે 40 લાખનું 257 ગ્રામ સોનુ આપ્યું, તક મળતા જ સોના સાથે ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment