Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલેટ એક્સ્પોના કાર્ડમાં વિવાદ:કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નામ ગાયબ, નિમુબેન બાંભણીયાનો ફોટો ગાયબ!

    1 week ago

    ભાવનગર શહેરના આંગણે આવતીકાલથી બે દિવસ 21 અને 22 માર્ચ દરમિયાન ખેડૂતો અને નાગરિકોમાં મિલેટ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ભવ્ય 'મિલેટ એક્સ્પો'નું આયોજન કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમનું ઉદ્ધાટન મંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જોકે, આ કાર્યક્રમની પત્રિકા અને આમંત્રણને લઈને અત્યારથી જ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે, ​આમંત્રણ પત્રિકામાં જોવા મળતી વિસંગતતા મુજબ ઈન્વિટેશનમાં કૃષિમંત્રીનો ફોટો હોવા છતાં જીતુ વાઘાણીનું નામ કપાયું છે, જ્યારે બીજી તરફ રાજ્યકક્ષાના મંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાનું નામ છે પણ તેમનો ફોટો ગાયબ જોવા મળી રહ્યો છે, આ નિમંત્રણ પત્રિકામાં વિશેષ અતિથિથી તરીકે નિમુબેન બાંભણીયા, રાજયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી, વિશેષ ઉપસ્થિતમાં ભાવનગર પૂર્વના સેજલબેન પંડ્યા, મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલ, તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, પાલીતાણાના ધારાસભ્ય ભીખા બારૈયા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તથા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણી નું પણ નામ આ નિમંત્રણ પત્રિકામાં નાખવામાં આવ્યું હતું. મિલેટ અંગે ખેડૂતો તેમજ નાગરિકોમાં વ્યાપક જનજાગૃતિ વધારવાના હેતુસર ભાવનગરના જવાહર મેદાન ખાતે આવતીકાલથી તા.21 અને 22 માર્ચ દરમિયાન દ્વિ-દિવસીય ‘મિલેટ એક્સ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે, આ એક્સ્પોમાં રાગી, કાંગ, બાજરી સહિતના વિવિધ મિલેટ આધારિત ઉત્પાદનો, લાઈવ ફૂડ સ્ટોલ તેમજ પ્રાકૃતિક કૃષિ આધારિત નવીન પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે, આ ઉપરાંત મિલેટના પોષણમૂલ્ય અને ઉપયોગિતા અંગે જનજાગૃતિ ફેલાય તે માટે વિવિધ માહિતીપ્રદ પ્રવૃત્તિઓ પણ યોજાશે. મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને સોંપાયેલી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા તથા સમગ્ર આયોજન સુચારૂ અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપ્યા હતા, ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારી મહમદ રિઝવાન ઘાંચીએ જણાવ્યું હતું કે, એક્સ્પોમાં મિલેટ તથા પ્રાકૃતિક કૃષિ આધારિત અંદાજે 50 જેટલાં સ્ટોલ્સ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જે નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ અંગે કમિશનર આર.કે.મિનાને પૂછતાં જણાવ્યું હતું કે, આ અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમમાં છે તેમાં જીતુભાઈ મુખ્ય અતિથિ તરીકે છે, રાજયકક્ષાનનો કાર્યક્રમ છે એટલે એમાં બધા જોડાશે, રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાવા છે એટલે એ જ લોજીકથી તેનું નામ લખ્યું નથી, રાજ્યકક્ષાના કાર્યક્રમમાં 16 જગ્યાએ કોર્પોરેશનમાં કાર્યક્રમ છે તે બધાને ત્યાંથી જ સંબોધવાના છે, નિમુબેન બાંભણિયાના નિમંત્રણમાં ફોટા અંગે પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બધું જિલ્લા પંચાયત કચેરીમાંથી થયું છે એ હું જોડાવી લઉં છું.
    Click here to Read More
    Previous Article
    આરજી-કર રેપ પીડિતાની માતાને ભાજપ ટિકિટ આપશે:ગુવાહાટીમાં આસામના CMનો રોડ શો, આજે ઉમેદવારી નોંધાવશે; કોંગ્રેસ અને રાયજોર વચ્ચે ગઠબંધન ફાઇનલ
    Next Article
    પાટણમાં વિશ્વ ચકલી દિવસે 5,000થી વધુ માળા-કુંડાનું વિતરણ:લુપ્ત થતી ચકલીઓ બચાવવા વિવિધ સંસ્થાઓએ વિનામૂલ્યે વિતરણ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment