Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠાના પાંચ તાલુકામાં કમોસમી વરસાદ:કાપેલા ઘઉંમાં કાળી ડાઘી પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ

    8 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પાંચ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગત રાત્રિએ આઠમાંથી પાંચ તાલુકામાં 1 થી 3 મિલીમીટર હળવો વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેતરોમાં કાપણી કરીને રાખેલા ઘઉંના પાકમાં કાળી ડાઘી પડવાની શક્યતા સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોને નુકસાન થવાનો ભય છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુરુવારે સવારથી જ જિલ્લામાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. મોડી સાંજ સુધી પવન ફૂંકાતો રહ્યો હતો. રાત્રિના સમયે વીજળીના ચમકારા સાથે પવન અને કમોસમી વરસાદ શરૂ થયો હતો. જોકે, વરસાદ હળવો અને ઓછા સમય માટે વરસ્યો હતો. આ કમોસમી વરસાદની અસર ખેતરોમાં કાપેલા ઘઉંના પૂળા પર થઈ છે. વરસાદને કારણે ઘઉંમાં કાળી ડાઘી પડી શકે છે, જેનાથી તેની ગુણવત્તામાં ઘટાડો થશે અને બજારમાં ઓછો ભાવ મળવાની શક્યતા છે. હિંમતપુરના ખેડૂત જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમણે 10 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું, જેમાંથી 7 થી 8 વીઘાના ઘઉંની કાપણી કરી લીધી હતી. બાકીના ઘઉં ખેતરમાં ઉભા હતા. પવનના કારણે ઉભા ઘઉં પડી ગયા અને કમોસમી વરસાદથી ભીના થયા છે, જેના કારણે ઘઉંમાં કાળી ડાઘી પડી જશે અને ભાવ ઓછો મળશે. આ અંગે સાબરકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ જોશીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ક્યાંય મોટા નુકસાનની જાણ નથી, પરંતુ આ વરસાદથી ઘઉંમાં કાળી ડાઘી પડી શકે છે, જેના પરિણામે ખેડૂતોને ઓછો ભાવ મળી શકે છે.જિલ્લાના આઠમાંથી પાંચ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં હિંમતનગરમાં 1 મિલીમીટર, ઈડરમાં 2 મિલીમીટર, વડાલીમાં 3 મિલીમીટર, વિજયનગરમાં 2 મિલીમીટર અને ખેડબ્રહ્મામાં 3 મિલીમીટર વરસાદ પડ્યો હતો. જ્યારે પોશીના, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં કુલ 1,75,481 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે, જેમાં ઘઉં, જુવાર, મકાઈ, તમાકુ, ચણા, રાઈ, જીરું, ધાણા, લસણ, વરિયાળી, ડુંગળી, બટાકા, શાકભાજી અને ઘાસચારાનો સમાવેશ થાય છે. ઘઉંનું વાવેતર 96,536 હેક્ટરમાં થયું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં લક્કી ગ્રુપની ચકલી બચાવ ઝુંબેશ:વિશ્વ ચકલી દિવસે 3500 માળા, 1500 કુંડાનું વિતરણ
    Next Article
    Mahesh Babu Calls Ranveer Singh's Dhurandhar 2 "An Explosion Executed With Perfect Precision"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment