Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં લક્કી ગ્રુપની ચકલી બચાવ ઝુંબેશ:વિશ્વ ચકલી દિવસે 3500 માળા, 1500 કુંડાનું વિતરણ

    10 hours ago

    મોરબીના સામાકાંઠે કાર્યરત લક્કી ગ્રુપ દ્વારા ચકલી બચાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે, આ ગ્રુપ દર વર્ષે પોતાના ખર્ચે હજારો ચકલીના માળાનું વિતરણ કરે છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ચકલીના માળાનું વિતરણ થઈ રહ્યું છે. સામાકાંઠે વિસ્તારમાં ૧૬ યુવાનોનું લક્કી ગ્રુપ સક્રિય છે. ગ્રુપના સભ્ય મોહિત ઘોડાસરાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી તેમનું ગ્રુપ આ ચકલી બચાવો ઝુંબેશ ચલાવી રહ્યું છે. તેઓ કોઈની પાસેથી દાન લીધા વિના પોતાના ખર્ચે માળા બનાવી લોકોને વિનામૂલ્યે આપે છે. આ વર્ષે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 3500 ચકલીના માળા અને 1500 પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન છે. લક્કી ગ્રુપના સભ્ય સંજયભાઈ પટેલે જણાવ્યું કે, આશરે 16 વર્ષ પહેલા મિત્રોએ કંઈક અલગ કરવાની ઈચ્છાથી આ ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારથી દર વર્ષે ચકલી દિવસે હજારો માળાનું વિતરણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વિવિધ ક્ષેત્રોમાં રોજગારી મેળવતા આ શ્રમજીવી યુવાનો કોઈ પણ ફંડફાળા વગર સ્વખર્ચે આ કાર્ય કરે છે. લોકોને પણ આ યુવાનોના ઉત્સાહને વધારવા માટે પૂરો સહકાર આપે છે. આજે મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેસ કોન્ફરન્સ કરીને નેતન્યાહુએ કહ્યું- હું જીવિત છું:કહ્યું- ઈરાનની લીડરશીપ ખતમ, હવે તે દુનિયાને બ્લેકમેલ નહીં કરી શકે
    Next Article
    સાબરકાંઠાના પાંચ તાલુકામાં કમોસમી વરસાદ:કાપેલા ઘઉંમાં કાળી ડાઘી પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment