Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ:વીજળીના કડાકા સાથે પડ્યો, ખેડૂતો ચિંતિત

    4 days ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી છે. દિવસભર અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે વાતાવરણ બદલાયું હતું. આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા. ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ ભીના થયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેણે લોકોને ગરમીથી મોટી રાહત આપી હતી. જોકે, ભર ઉનાળે પડેલા આ કમોસમી વરસાદથી તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિ સંત પ્રેમાનંદને મળ્યા, હાથ જોડીને પ્રણામ કર્યા:સંતે રાધે-રાધે કહ્યું; પરિવાર સાથે મુર્મુ વૃંદાવન આશ્રમ પહોંચ્યા, 25 મિનિટ ચર્ચા કરી
    Next Article
    મહેસાણાના લીંચમાં ધોળા દિવસે લૂંટ:આઈસ્ક્રીમ લેવાના બહાને વેપારીના ગળામાંથી 6 તોલાની સોનાની ચેઈન ઝુંટવી બે ગઠિયા ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment