Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનીષ મલ્હોત્રાના માતાનું અવસાન:કરણ જોહર, ઐશ્વર્યા-અભિષેક, સિદ્ધાર્થ-કિયારા સહિતાના સેલેબ્સ ડિઝાઈનરના ઘરે પહોંચ્યાં; આજે અંતિમ સંસ્કાર કરાશે

    6 days ago

    પ્રખ્યાત ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના માતા ગરિમા મલ્હોત્રાનું ગુરુવારે નિધન થયું. 94 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધાં. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે. આ સમાચાર સામે આવ્યા બાદ, કરણ જોહર, કરિશ્મા કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, રવીના ટંડન, વરુણ ધવન અને કિયારા અડવાણી સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ સંવેદના વ્યક્ત કરવા મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચ્યાં. મનીષની ટીમે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને ગરિમા મલ્હોત્રાના નિધનની પુષ્ટિ કરી. નિવેદનમાં જણાવાયું હતું કે, અમે અમારા પ્રિય માતા શ્રીમતી ગરિમા મલ્હોત્રાના નિધનની જાણકારી આપી રહ્યા છીએ. તેઓ 94 વર્ષના હતાં. તેમણે લાંબુ અને સુખી જીવન જીવ્યું. તેઓ પોતાની પાછળ ઘણી બધી મીઠી યાદો અને સ્વજનોનો પ્રેમ છોડી ગયા છે. તેમના આશીર્વાદ હંમેશા અમને માર્ગદર્શન આપતા રહેશે. તેમના અંતિમ સંસ્કાર 20 માર્ચ 2026ના રોજ સવારે 10 વાગ્યે કરવામાં આવશે. અમે સૌને વિનંતી કરીએ છીએ કે તેમને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ વિદાયમાં સામેલ થવા પધારો. ૐ શાંતિ. મનીષ મલ્હોત્રાના ઘરે સેલેબ્સ પહોંચ્યા, તસવીરો જુઓ… મનીષ માતાની ખૂબ નજીક હતા નોંધનીય છે કે, મનીષ પોતાની માતાની ખૂબ નજીક હતા અને અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની તસવીરો શેર કરતા હતા. ગયા વર્ષે તેમણે પોતાની માતાનો જન્મદિવસ પોતાના ઘરે ધામધૂમથી ઉજવ્યો હતો. સેલિબ્રેશનની તસવીરો શેર કરતા તેમણે લખ્યું હતું, 'હેપ્પી બર્થડે, મોમી ડિયરેસ્ટ…' આ ઉપરાંત, તેની એક જૂની મધર્સ ડે પોસ્ટમાં મનીષે તેની માતાને તેની તાકાત, પ્રેરણા અને સાથી ગણાવ્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે, તેની માતાએ બાળપણમાં કપડાં અને સિનેમા પ્રત્યેના તેના શોખને પ્રોત્સાહન આપ્યું હતું. કોણ છે મનીષ મલ્હોત્રા? મનીષ મલ્હોત્રાએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી, પરંતુ ફિલ્મો પ્રત્યેના જુસ્સાએ તેમને ફેશન ડિઝાઇનિંગ તરફ વાળ્યા. વર્ષ 1990માં ફિલ્મ ‘સ્વર્ગ’થી તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી. તેમને 1995ની ફિલ્મ ‘રંગીલા’થી ઓળખ મળી, જેના માટે તેમને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. તેમણે 1000થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ 2005માં તેમણે પોતાની બ્રાન્ડ લોન્ચ કરી, જે આજે બ્રાઇડલ અને લક્ઝરી ફેશન માટે પ્રખ્યાત છે. તાજેતરમાં તેમણે ફિલ્મ પ્રોડક્શનમાં પણ પગ મૂક્યો છે, જેના હેઠળ તેઓ 'ગુસ્તાખ ઇશ્ક', 'બન ટિક્કી' અને 'સાલી મોહબ્બત' જેવી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Israel football association penalised by FIFA for multiple breaches of anti-discrimination rules, ordered to roll out prevention plan
    Next Article
    હાથમાં આવેલો કોળિયો છીનવાયો, માવઠાએ ખેડૂતોની કમર તોડી:કમોસમી વરસાદથી લાખોનું અનાજ પાણીમાં, કેરીનો 70% પાક ખરી ગયો, ખેડૂતોએ ભાસ્કરને આપવીતી જણાવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment