Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં આંખના રોગોની સચોટ સારવાર માટે ‘દ્રષ્ટિ નેત્રયજ્ઞ’નો પ્રારંભ:દ્રષ્ટિ નેત્રાલય ખાતે આ મહા-અભિયાનમાં નિ:શુલ્ક નેત્રમણી બેસાડાશે

    9 hours ago

    દાહોદ શહેર અને સમગ્ર જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકો માટે આજનો દિવસ આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. અંધાપા નિવારણના મિશન સાથે કાર્યરત 'દ્રષ્ટિ નેત્રાલય' દ્વારા આજથી એટલે કે તારીખ 20-03-2026 થી એક મહિના સુધી ચાલનારા ભવ્ય 'મોતિયા મફત ઓપરેશન અને નિદાન કેમ્પ'નો વિધિવત પ્રારંભ થઈ રહ્યો છે. આ નેત્રયજ્ઞ આગામી 20-04-2026 સુધી અવિરત ચાલશે, જેમાં છેવાડાના માનવીને પણ આધુનિક ટેકનોલોજીથી આંખની સારવાર પૂરી પાડવામાં આવશે. રોજ સવારે 8:00 વાગ્યાથી નોંધણી શરૂ થશે દાહોદના ચાકલીયા રોડ પર GIDC પાસે આવેલી દ્રષ્ટિ નેત્રાલય હોસ્પિટલ ખાતે આજથી દર્દીઓનો ધમધમાટ જોવા મળશે. કેમ્પ દરમિયાન દરરોજ સવારના 8:00 થી બપોરના 1:00 વાગ્યા સુધી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. આ કેમ્પમાં માત્ર સામાન્ય મોતિયા જ નહીં, પરંતુ ઝામર, ત્રાંસી આંખ, પડદાની તકલીફો અને બાળકોમાં જોવા મળતા જટિલ બાળ મોતિયાનું પણ નિદાન કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. સંપૂર્ણ સુવિધા: રહેવા-જમવાથી લઈ દવાઓ સુધી બધું જ મફત હોસ્પિટલના પ્રબંધક ડાયરેક્ટર ડો. શ્રેયાબેન શાહના જણાવ્યા અનુસાર, આ કેમ્પનો હેતુ કોઈ પણ વ્યક્તિ પૈસાના અભાવે દ્રષ્ટિ વિહોણી ન રહે તેવો છે. જે દર્દીઓને ઓપરેશનની જરૂર જણાશે, તેમને અત્યંત આધુનિક અને અધતન સગવડોથી સજ્જ દ્રષ્ટિ નેત્રાલય ખાતે દાખલ કરવામાં આવશે. ઓપરેશન બાદ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાના નેત્રમણી (Lens) બેસાડવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન દર્દીના રહેવા, જમવા અને દવાનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા ભોગવવામાં આવશે. દર્દીઓએ કયા દસ્તાવેજો લાવવા? આ સેવાનો લાભ લેવા આવનાર દરેક દર્દીએ પોતાની સાથે આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ નકલ લાવવી અનિવાર્ય છે. વહીવટી સરળતા અને દર્દીની સારસંભાળ માટે દરેક દર્દીની સાથે એક સગાનું હોવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. ​ડો. શ્રેયાબેન શાહએ વધુમાં ઉમેર્યું હતું કે, "અમારો લક્ષ્યાંક દાહોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના માણસ સુધી પહોંચવાનો છે. આજથી શરૂ થઈ રહેલા આ કેમ્પમાં લોકો સ્વયંભૂ જોડાઈને અંધાપા મુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બને તે જરૂરી છે." આ આયોજનથી પછાત અને આદિવાસી વિસ્તારોના ગરીબ પરિવારોમાં વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ:જોરાવરનગર સ્થિત સવા આયુષ હોસ્પિટલ ખાતે 22 માર્ચના દિવસે આયોજન કરાયું
    Next Article
    CBSE Says Class 10 Results Of Middle East Students To Be Released With All

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment