Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો, હવે શું કરવું?':ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા, લાખોનું નુકસાન; ખેડૂતોએ ભાસ્કરને આપવીતી જણાવી

    6 days ago

    ચૈત્ર માસના પ્રથમ નોરતે એટલે કે ગઇકાલ વહેલી સવારે અને મોડી રાત્રે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડતાં કાળઝાળ ગરમીમાં શીતળતા વ્યાપી છે પણ ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો છે. જેને લઇને ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્યા માવઠાનો પ્રારંભ ગઇકાલે વહેલી પરોઢથી ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી થયો છે, જે બાદ સાંજ અને રાત્રે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડતાં ખાસ કરીને ઉનાળુ બાજરી, જીરુ, કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા, ઈસબગુલ જેવા ઊભા પાક સાથે ઉનાળાના પ્રારંભે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં પહેલો માલ પણ પલળીને નાશ પામ્યો છે. જેને લઇને ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ખેતરમાં ઉભા પાકની સાથે પાથરા પણ પલળી ગયા દિવ્ય ભાસ્કર આગળ ભારે હૈયે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાવલતા જણાવ્યું કે, ઘણા ખેડૂતોને અમુક પાક ઉભો છે, અમુક ખેડૂતોએ ઘઉ, જીરૂ જેવા પાકને વાઢીને મુક્યો છે. એવામાં કરા અને ભારે પવન સાથે વરસાદ પડતા અમારે ખેતરમાં ઉભેલો પાક અને પાથરાનો તો નાશ પામ્યો જ છે, પણ કેટલાક ખેડૂતોએ રાયડુ, એરંડા જેવા પાકને માર્કેટયાર્ડમાં મુક્યો એ પણ પલળી ગયો છે. હવે એના પણ કંઇ ભાવ નહીં આવે. બ્લોગમાં વાંચો, ખેડૂતોને થયેલું નુકસાન અને જગતના તાતની વ્યથા…
    Click here to Read More
    Previous Article
    હું જીવું છું, અમે જીતીએ છીએ, ઈરાન હારી રહ્યું છેઃનેતન્યાહુ:20 દિવસમાં દુશ્મનની પરમાણુ શક્તિ ખતમ કરી,100 મિસાઈલ લોન્ચર નષ્ટ કર્યા
    Next Article
    MS યુનિવર્સિટીમાં B.Scના વિદ્યાર્થી પર હુમલો:યુવકે કહ્યું-મેં તેમને સમજાવ્યા કે હું અહીં લડવા નથી આવ્યો, પણ મારું કંઈ ન સાંભળ્યું; આંગળી, માથા અને પીઠના ભાગે ઇજાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment