Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાન આપવાના નામે બે ગઠિયા કળા કરી ગયા:વૃદ્ધાને વાતોમાં ભોળવી હાથમાં રહેલી સોનાની બંગડી ઉતરાવી, ધ્યાન ભટકાવી બેગ લઈ ફરાર

    10 hours ago

    વડોદરા શહેરના સમીયાલા વિસ્તારની 65 વર્ષીય ધનુબેન રાઇસિંગભાઇ ઓઢ (રહે. સમીયાલા બસ સ્ટેશનવાળું ફળિયું, તા. જિ. વડોદરા)ને બે અજાણ્યા ગઠિયાઓ દાનની લાલચ આપીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના દરમિયાન તેમની પાસેથી આશરે 2 લાખ 85 હજાર રૂપિયાની કિંમતની બે સોનાની બંગડીઓ ચોરી થતા વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધા જમાઈ સાથે ખરીદી કરવા ગયા હતાં આ બનાવમાં વૃદ્ધા ધનુબેન એક છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગતરોજ બપોરના સમયે ધનુબેન તેમના જમાઈની એક્ટિવા પર મગળબજાર પદમાવતી શોપિંગ સેન્ટર ખાતે કટલરીનો સામાન ખરીદવા ગયા હતા. જમાઈએ તેમને ઉતારીને પરત જતા રહ્યા હતા. સામાન ખરીદી વૃદ્ધા પરત ફર્યા હતા. ગઠિયાઓએ વૃદ્ધાને દાન આપવાનું કહી ભોળવ્યાં વૃદ્ધા પરત આવી લહેરીપુરા ગેટ પાસે ચોકમાં ઊભા હતા, ત્યારે બે અજાણ્યા વ્યક્તિ તેમની પાસે આવ્યા અને પૂછ્યું કે, તમે ક્યાં રહો છો? ધનુબેને સમીયાલા રહેતી હોવાનું જણાવતાં એક વ્યક્તિએ કહ્યું કે, અહીં દાન આપવા આવ્યા છે, તમે અમારી સાથે આવો. વિશ્વાસમાં આવીને ધનુબેન તેમની સાથે ચાલ્યા અને એચ.ડી.એફ.સી. બેંકની બાજુમાં સીડી પાસે બેઠા હતા. કિંમતી સામાન ઉતારવાનું કહેતા વૃદ્ધાએ બંગડી ઉતારી દીધી ત્યાં બેસીને એક વ્યક્તિએ કહ્યું કે, દાન આપનારાઓ તમને ચેક કરશે, જો તમારી પાસે કોઈ કિંમતી વસ્તુ જોવા મળશે તો દાન નહીં આપે. તેથી તમારી પહેરેલી સોનાની બંગડીઓ કાઢી નાખો. ધનુબેને તેમની વાતમાં આવીને બંને સોનાની બંગડીઓ કાઢીને તેઓના નાના પર્સમાં મૂકી અને તે પર્સને પોતાની ખરીદીના થેલામાં મૂકી દીધો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી આ પછી ઠગોએ વાતો કરીને ધનુબેનનું ધ્યાન ચુકાવ્યું અને દાન આપનારા આવે તે પહેલાં જ બંનેએ મળીને તે થેલો લઈ લીધો અને ભાગી ગયા હતા. આ ઘટનામાં ભોગ બનનાર વૃદ્ધાની બે સોનાની બંગડી જેની કિંમત રૂપિયા 2,85,100ની હતી. આ મામલે વૃદ્ધાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે બે અજાણ્યા ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    MS યુનિવર્સિટીમાં B.Scનો અભ્યાસ કરતા સ્ટુડન્ટ પર હુમલો:યુવકે કહ્યું: મેં તેમને સમજાવ્યા કે, હું લડવા નથી આવ્યો, પણ તેમણે મારું કંઈ સાંભળ્યું નહીં હું નીચે પડી ગયો ત્યારે તેમણે મને લાતોથી માર્યો
    Next Article
    બોટાદ માલધારી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન:સ્વ. મેહુલભાઈ જોગરાણા અને રાજેન્દ્રભાઈ સાંબડના સ્મરણાર્થે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment