Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MS યુનિવર્સિટીમાં B.Scનો અભ્યાસ કરતા સ્ટુડન્ટ પર હુમલો:યુવકે કહ્યું: મેં તેમને સમજાવ્યા કે, હું લડવા નથી આવ્યો, પણ તેમણે મારું કંઈ સાંભળ્યું નહીં હું નીચે પડી ગયો ત્યારે તેમણે મને લાતોથી માર્યો

    4 days ago

    વડોદરા શહેરની મનીષા ચોકડી પાસે આવેલ જલધારા કોમ્પલેક્ષમાં MS યુનિવર્સિટીમાં બીએસસીનો અભ્યાસ કરતા સ્ટુડન્ટ પર હુમલો થયો હતો, યુવકે કહ્યું હતું કે, મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે હું અહીં લડવા નથી આવ્યો, પણ તેમણે મારું કંઈ જ સાંભળ્યું નહીં હું નીચે પડી ગયો ત્યારે તેમણે મને લાતોથી માર્યો હતો. મેં આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તાંદલજા વિસ્તારમાં આવેલા લેન્ડમાર્ક બુશય-2માં રહેતા આફતાફહુસેન યુસુફભાઈ શેખ (ઉ.વ. 25)ની ફરિયાદ પ્રમાણે તે એમ.એસ. યુનિવર્સિટીમાં B.Scના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેઓ ગત 18 માર્ચની રાત્રે આશરે 11:30 વાગ્યે પોતાના મિત્ર સાથે મનીષા ચોકડી નજીક આવેલા જલધારા કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ઉભા રહી વાતચીત કરતા હતા. તે દરમિયાન કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલી “એક્સ્ટ્રા ઓર્ડીનરી” કપડાની દુકાનના માલિક ઉઝેર મેમણે તેમને ત્યાં ઉભા ન રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. જોકે, પોતાની બાઈક પાર્કિંગમાં હોવાને કારણે આફતાફહુસેન ફરી ત્યાં ગયા હતા. આ દરમિયાન આફતાફહુસેનનવા અન્ય મિત્ર જાવેદ કપડાં ખરીદવા માટે દુકાનમાં આવ્યો હોવાથી,આફતાફહુસેન દુકાનની બહાર ઉભા હતા. ત્યારે ઉઝેર મેમણ બહાર આવી ફરીથી તેમને ત્યાં ન ઊભા રહેવા કહી ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી કરીને હુમલો કર્યો હતો. ત્યારબાદ જાહિદ મેમણ અને રેહાન પણ દુકાનમાંથી બહાર આવી ફરિયાદી સાથે મારામારી કરવા લાગ્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. સ્થળ પર હાજર લોકોએ વચ્ચે પડી વધુ મારથી બચાવ્યા હતા. આ હુમલામાં આફતાફહુસેનને જમણા હાથની વચ્ચેની મોટી આંગળી, માથા તથા પીઠના ભાગે ઇજાઓ પહોંચી હતી. બાદમાં તેમના પિતાને જાણ કરી તેમને ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે હાથની આંગળીમાં ફ્રેક્ચર થયાનું જણાવ્યું હતું. હાલ ફરિયાદીની સારવાર ચાલુ છે અને આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અકોટા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આફતાબ શેખ એ જણાવ્યું હતું કે, મને ખબર નથી કે સામેવાળાને શું વાંધો પડ્યો, પણ તેમણે 10-12 લોકોને બોલાવી રાખ્યા હતા. જેમાં હુઝેર મેમણ, તેનો પિતરાઈ ભાઈ રેહાન અને જાહિદ મેમણ નામના વ્યક્તિઓ સામેલ હતા. મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે હું અહીં લડવા નથી આવ્યો, પણ તેમણે મારું કંઈ જ સાંભળ્યું નહીં. તેમણે મારા મોઢા પર, પીઠ પર અને માથાના ભાગે માર મારવાનું શરૂ કર્યું હતું. હું જ્યારે નીચે પડી ગયો ત્યારે તેમણે મને લાતોથી માર્યો. જેના કારણે મને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે અને એક આંગળીમાં ફ્રેક્ચર પણ થયું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી કોઈ જ દુશ્મની નહોતી. હું તેમને ઓળખતો જરૂર હતો, મને તો એ જ સમજાતું નથી કે તેમણે મને કેમ માર્યો? તમે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી શકો છો, હું તો માત્ર ત્યાં ઊભો રહીને મારા મિત્ર સાથે વાત કરી રહ્યો હતો. મેં આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    આરજી-કર રેપ પીડિતાની માતાને ભાજપ ટિકિટ આપશે:કેરળ કોંગ્રેસે 37 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી; પુડુચેરીના મુખ્યમંત્રી ચૂંટણી પહેલા તીર્થયાત્રા પર ગયા
    Next Article
    દાન આપવાના નામે બે ગઠિયા કળા કરી ગયા:વૃદ્ધાને વાતોમાં ભોળવી હાથમાં રહેલી સોનાની બંગડી ઉતરાવી, ધ્યાન ભટકાવી બેગ લઈ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment