Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:માંડવીમાં સિલિન્ડર માટે કલાકોનો ઇન્તજાર, છતાં લોકોને ખાલી હાથે પરત ફરવાનો વારો

    4 days ago

    પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વકરેલા યુદ્ધની અસર છેવાડાના માનવીના રસોડા સુધી પહોંચી છે. માંડવી શહેરમાં આવેલી ઇન્ડેન ગેસ એજન્સી પર ગેસના બોટલ લેવા માટે ગ્રાહકોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા છતાં ઘણા લોકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. માંડવી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો સવારે 08:30 વાગ્યાથી ગેસ એજન્સી પર લાઈનો લગાવી દે છે. બપોર સુધી ઊભા રહ્યા બાદ પણ ગ્રાહકોને ગેસનો બોટલ મળશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. આ સ્થિતિને કારણે ગામડાઓમાંથી રિક્ષા ભાડા ખર્ચીને આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. લાઈનમાં ઊભેલા લોકોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમે સવારથી અહીં આવીને લાઈનમાં ઉભા હતા, અમારી આગળના લોકોને જથ્થો મળી ગયો અને અમારો નંબર આવ્યો ત્યારે જથ્થો પૂર્ણ થઇ જતા એજન્સીના શટર બંધ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે ગેસ એજન્સીના સંચાલકોનું કહેવું છે કે, પુરવઠો ઓછો આવી રહ્યો છે. જેટલો જથ્થો ઉપલબ્ધ થાય છે તેનું વિતરણ તત્કાલ કરી દેવામાં આવે છે, પરંતુ બુકિંગની સંખ્યા સામે આવતો જથ્થો ઓછો હોવાથી આ અરાજકતા સર્જાય છે. ગુરુવારે તો સ્થિતી એટલી વિકટ બની હતી કે પોલીસને બોલવાની ફરજ પડી હતી.
    Click here to Read More
    Previous Article
    મીની વાવાઝોડાએ ખેડૂતોની વધારી ચિંતા:કચ્છમાં આજે પણ ઓરેન્જ એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન
    Next Article
    Dhurandhar 2 Box Office Collection Day 1 LIVE Updates: Ranveer Singh-starrer earns Rs 102.5 cr, trumps Jawan as highest Hindi opener ever

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment