Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વગર પરવાનગીએ ઇફતાર પાર્ટી:સેન્ટ્રલ ગુજરાત યુનિ.ની મેસમાં એનએસયુઆઇ દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન, વિવાદનો વીડિયો વાઇરલ

    1 week ago

    સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીની મેસમાં એનએસયુઆઇએ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું. જેનો વિડિયો વાઇરલ થયો છે. NSUIએ સીયુજી ઇન્સ્ટાગ્રામ પેજ પર આ ઘટનાના ફોટો અને વીડિયો અપલોડ કર્યા છે. વગર પરવાનગીએ કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઇ દ્વારા ઇફતાર પાર્ટીના આયોજનથી વિવાદ થયો છે. મેસમાં આ કાર્યક્રમ યોજવામાં આવતાં તેની સામે સવાલો ઉભા થયા છે. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી સરકારી સંસ્થા છે અને ત્યાં આ પ્રકારના આયોજન માટે કોની પરવાનગી લેવામાં આવી હતી તેની જવાબદારી લેવા કોઇ તૈયાર નથી. એનએસયુઆઇ વિદ્યાર્થી સંગઠન છે. સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓએ સમગ્ર આયોજન કર્યું હતું. ઇફતાર પાર્ટી માટે મેસને સજાવવામાં પણ આવી હતી સાથે તમામ વિદ્યાર્થીઓ સહિતના સ્ટાફને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોના પગલે અગામી સમયમાં વિવાદ વધુ વકરે તેવી શકયતાઓ છે. મેસના મેનૂમાં ચિકનનો સમાવેશ કરવા માગ કરી મેસના મેનૂમાં નોર્થ ઇસ્ટના વિદ્યાર્થીઓના નામે ચિકનની ડીશનો સમાવેશ કરવા માટે પણ વિદ્યાર્થી સંગઠને માગણી કરી હતી. જેના પગલે પણ વિવાદ થયો હતો. યુનિવર્સિટીમાં અત્યારે મેસના મેનૂમાં ઇંડાનો સમાવેશ કરાયેલો છે. ઓફિશિયલ પરવાનગી લેવામાં આવી નથી સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે અમારી પાસે ઓફિશિયલ પરવાનગી લેવામાં આવી નથી. આ પ્રકારની કોઇ પરવાનગી સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી આપતી નથી. ભાસ્કર ઇનસાઇડ અમે તમામ ધર્મોના તહેવારો ઊજવીએ છીએ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, તમીલનાડુ સહિતના મોટાભાગના રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમામ ધર્મના વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. અને તમામ ધર્મોના તહેવારોની ઉજવણી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં કરાય છે. જેના ભાગરૂપે ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું. જેની પરવાનગી લેવામાં આવી હતી. > પ્રિન્સ જહા, એનએસયુઆઇ, ઇન્ચાર્જ, સીયુજી
    Click here to Read More
    Previous Article
    ભૂલકાઓ હવે AI ટેકનોલોજીથી મેળવશે શિક્ષણ:વડોદરા જિલ્લામાં એઆઈથી સજ્જ 3 સ્માર્ટ આંગણવાડી ખુલ્લી મૂકાઇ
    Next Article
    મિલકત વેરાની વસૂલાત:મિલકત વેરાના બાકીદારો માટે 31મી સુધી વ્યાજ માફીની યોજના લંબાવાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment