Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસટી બસ ફસાઈ:હળવદમાં બસ સ્ટેશન પાસે ‎વરસાદી પાણીમાં બસ ફસાઈ‎

    1 week ago

    હળવદ નગરપાલિકા પાસે બે દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા રસ્તા નું કામ બંધ હોવાના કારણે વિરોધ કર્યો હતો. ત્યારે ગુરુવારે વરસાદ પડતા વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા મોરબી હળવદ એસટી બસ ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીનો નિકાલ થતાં ત્યારબાદ એસટી બસ રવાના થઈ હતી. સદ નસીબે કોઈ જાનહાની ટળી હતી. હવામાન વિભાગની વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો . ત્યારે હળવદમાં પણ વરસાદના પગલે હળવદ નગરપાલિકા સામે બસ સ્ટેશન રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે બે દિવસ પહેલા જ કોંગ્રેસ દ્વારા રસ્તાનું કામ અધૂરું રહેવાના કારણે લોકો પરેશાન છે. ત્યારે રસ્તાના કામ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા એસટી બસ ફસાઈ ગઈ હતી . પરંતુ થોડીવાર બાદ પાણીનો નિકાલ થતાં એસટી બસ જતી રહી હતી. પરંતુ સદનશીબે કોઈ જાનહાની ટળી હતી. હળવદમાં વૃક્ષો ધરાશાઈ, ગ્રામ્ય વિસ્તારમાં પણ નુકશાન વાવાઝોડાના પગલે હળવદની સરા ચોકડીએ તેમજ બસ સ્ટેશન પાછળની હિલોળી હનુમાનજી મંદિરના પટાંગણમાં આવેલ વૃક્ષ ધરાશય થતા સામે રહેતા દેવસીભાઈ છગનભાઈ પરમાર ઘરની સામે પાકૅ કરેલ છકડો રીક્ષાને નુકશાન થયું હતું, તેમજ ટીકર રણ પંથકમાં અગરિયાના સોલાર તેમજ મીઠુંના પાટાને પણ ભારે નુકસાની થઈ હતી. આમ હળવદ તાલુકાના ચરાડવા, ઘનશ્યામપુર, ભલગામડા, દીઘડીયા, કેદારીયા વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયા હતા.
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલના બગીચામાં દારૂની મહેફિલ:દરરોજની 450 દર્દીની OPD ધરાવતી જિલ્લાની ગાંધી હોસ્પિટલના બગીચામાં દારૂની કોથળીઓ જોવા મળી
    Next Article
    ડીજીપી કપ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું:સુરેન્દ્રનગરના યજમાન પદે ગુજરાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે ડીજીપી કપ ચેસ ટૂર્નામેન્ટ સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment