Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોસ્પિટલના બગીચામાં દારૂની મહેફિલ:દરરોજની 450 દર્દીની OPD ધરાવતી જિલ્લાની ગાંધી હોસ્પિટલના બગીચામાં દારૂની કોથળીઓ જોવા મળી

    1 week ago

    સુરેન્દ્રનગરની સૌથી મોટી ગણાતી ગાંધી હોસ્પિટલ હાલ તેની સારવાર માટે ઓછી અને અસામાજિક તત્વોના ત્રાસ માટે વધુ ચર્ચામાં આવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો જ્યાં આશા સાથે સારવાર માટે આવે છે, ત્યાં બગીચામાં જ દારૂની મહેફિલો જામતી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગાંધી હોસ્પિટલમાં દૈનિક 450થી વધુ દર્દીની ઓપીડી નોંધાય છે. હોસ્પિટલમાં પ્રસૂતિ વિભાગ હોવાથી મોટી સંખ્યામાં મહિલા દર્દીઓ અને નવજાત શિશુઓ પણ અહીં હોય છે. દૂર-દૂરથી આવતા પરિવારજનો હોસ્પિટલના બગીચાનો ઉપયોગ આરામ કરવા કે જમવા માટે કરે છે, પરંતુ આ જ બગીચો હવે ભયનું સ્થાન બની ગયો છે. ગાંધી હોસ્પિટલના બગીચામાં ગમે ત્યાં નજર નાખો ત્યાં દેશી દારૂની ખાલી કોથળીઓ દ્રશ્યમાન થાય છે. આવારા તત્વો જાહેરમાં અહીં દારૂ પીવા માટે આવતા હોવાથી દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ અને ભય ફેલાયો છે. ગરીબ દર્દીઓ માટેના આ આશીર્વાદરૂપ સ્થળને આવારા તત્વોએ અડ્ડો બનાવી દીધું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં રાત્રિના સમયે સિક્યુરિટીનો સદંતર અભાવ જોવા મળે છે. તંત્ર દ્વારા કોઈ જ કડક પગલાં લેવામાં ન આવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જ્યાં દર્દીઓને શાંતિ મળવી જોઈએ, ત્યાં અશાંતિ અને ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે ઇન્ચાર્જ સીડીએમઓ ડો. જયદીપ ગોસાઇએ જણાવ્યુ કે, હું બે દિવસ ઇન્ચાર્જમાં છું, આ બાબતે તપાસ સાથે કાર્યવાહી કરાશે. રાષ્ટ્રપિતા ગાંધીજીના ચશ્મા પણ ગાયબ સુરેન્દ્રનગરની આ મોટામાં મોટી હોસ્પિટલ છે, જ્યાં રાષ્ટ્રપિતા ગાંધીજીના નામે હોસ્પિટલ તો છે પણ તેમના ચશ્મા પણ ગાયબ છે. એક બાજુ સ્વચ્છતાના દાવા થાય છે, પણ વાસ્તવિકતા એ છે કે આ હોસ્પિટલ દારૂ પીવાનો અડ્ડો બની ગઈ છે. રાત્રે સિક્યુરિટીના નામે મીંડું છે અને તંત્ર ઘોર નિદ્રામાં છે.- સુનિલ રાઠોડ
    Click here to Read More
    Previous Article
    Fast-track sessions court appointed for Zubeen Garg’s death case trial: CM Himanta Biswa Sarma
    Next Article
    એસટી બસ ફસાઈ:હળવદમાં બસ સ્ટેશન પાસે ‎વરસાદી પાણીમાં બસ ફસાઈ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment