Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં મીની વાવાઝોડાથી પાલિકાનું બોર્ડ ધરાશાયી, એકનું મોત:ભારે પવનને કારણે બોર્ડ રસ્તે પસાર થતાં યુવક પર પડ્યું, મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો

    9 hours ago

    સુરતમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મિની વાવાઝોડાએ કાળમુખો પંજો માર્યો છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા નજીક એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં સુરત મહાનગરપાલિકાનું એક વિશાળ અને ભારે ભરખમ લોખંડનું બોર્ડ ધરાશાયી થયું હતું. ભારે પવનના કારણે આ બોર્ડ સીધું ત્યાંથી પસાર થઈ રહેલા એક અજાણ્યા યુવક પર પડ્યું હતું. બોર્ડ એટલું વજનદાર હતું કે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ વિધિ હાથ ધરવામાં આવી છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. પાલિકાના બોર્ડની જાળવણી સામે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં વાતાવરણ પલટાયું, તેજ પવન ફૂંકાયો:માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડી ધૂંધળું વાતાવરણથી વાહન ચાલકોને મુશ્કેલી
    Next Article
    Israel Jets Strike Multiple Iranian Naval Ships In Caspian Sea

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment