Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર લે-વેચના ધંધાર્થી સાથે મિત્રનો વિશ્વાસઘાત:બોગસ દસ્તાવેજ બનાવી વાહનો બીજાના નામે ટ્રાન્સફર કર્યા, બેંકમાાંથી લોન પોતાના ખાતામાં જમા કરાવનાર શખસની ધરપકડ

    10 hours ago

    રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને જૂની ફોર વ્હીલ લે-વેચનો વ્યવસાય કરતા એક પ્રૌઢ સાથે તેના જ મિત્રએ વિશ્વાસઘાત કરી, બનાવટી દસ્તાવેજોના આધારે કાર વેચી બેન્કમાંથી લોન પોતાના એકાઉન્ટમાં જમા લઇ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા રાજકોટ શહેર SOG પોલીસે આરોપી આનંદ ઉર્ફે અમિત ખખ્ખરની ધરપકડ કરી પાંચ મોટર કાર સહિત કુલ 21.05 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર SOG પોલીસ ટિમ દ્વારા ભેજાબાજ ચીટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આનંદ ઉર્ફે અમિત ખખ્ખર (ઉ.વ.29) જૂની ગાડી લે વેચનું કામ કરે છે જે પોતે ગુજરાત અને ગુજરાત બહાર અન્ય રાજ્યમાંથી મોટર કાર વેચવા માટે લાવતો હતો અને તેમાં પોતે મૂળ માલિક પાસેથી એનકેન પ્રકારે ગાડીની ઓરીજીનલ RC બુક મેળવી બાદમાં તેની ડુપ્લીકેટ કોપી બનાવી મૂળ માલિકની નજર ચૂકવી ઓરીજીનલ RC બુક પોતે મેળવી લેતો હતો. આ પછી ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી કાર ઉપર લોન પણ મેળવી લેતો હતો જેની રકમ પોતાના બેન્ક એકાઉન્ટમાં લઇ ગાડીના માલિક સાથે છેતરપિંડી આચરતો હતો. હાલ પોલીસ તેની ધરપકડ કરી તેની પાસેથી કુલ અલગ અલગ કંપનીની 5 ફોર વ્હિલ કાર અને એક મોબાઈલ મળી કુલ 21.05 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું હતી મોડેસ ઓપરેન્ડી? પોલીસના જણાવ્યા મુજબ આરોપી આનંદ ઉર્ફે અમિત જે લોકો પોતાની જૂની મોટરકાર વહેચવા માંગતા હોય તેનો સંપર્ક કરતો હતો અને તેમની પાસેથી ગાડીની RC બુકના ફોટા મંગાવતો હતો બાદમાં તેના ઉપરથી ડુપ્લીકેટ કલર RC બુક બનાવી અને બાદમાં વાહન માલીકને રૂબરૂ મળી RC બુક જોવા માટે માંગી અને બાદમાં મૂળ માલિકની નજર ચૂકવી કોઈ પણ રીતે છળકપટથી ઓરીજનલ RC બુક પોતે મેળવી લેતો હતો. બાદમાં ડુપ્લીકેટ RC બુક વાહન માલીકને પરત આપી દેતો હતો. આ પછી ટી.ટી.ઓ ફોર્મમા પણ બનાવટી સહી કરી ગાડી ઉપર બેન્કમાંથી ગાડી લેનાર ગ્રાહકના નામે લોન મેળવી તે લોન પોતાના ખાતામા જમા કરાવી લેતો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા અને ઊંડાણ પૂર્વક તપાસ માટે તજવીજ હાથ ધરી છે. ટી.ટી.ઓ. ફોર્મમાં ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા ​ફરિયાદી બકુલભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.51) જેઓ જૂની ગાડીઓની લે-વેચનું કામ કરે છે, તેઓએ તેમના મિત્ર નયનભાઈ સાવલીયા પાસેથી એક હોન્ડા અમેઝ કાર રૂ.2,35,000માં ખરીદવાનું નક્કી કર્યું હતું. આ ગાડી આગળ વેચવા માટે તેમણે તેમના અન્ય એક મિત્ર આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખરને આપી હતી. આનંદ ખખ્ખરે બકુલભાઈના ઘરે જઈ ઓરીજનલ આર.સી. બૂક અને અન્ય દસ્તાવેજોના ફોટા પાડવાના બહાને બકુલભાઈની જાણ બહાર ઓરીજીનલ દસ્તાવેજો મેળવી લીધા હતા અને ત્યારબાદ આરોપી આનંદે ગાડીના મૂળ માલિક ભાવેશભાઈ મકવાણાની ટી.ટી.ઓ. ફોર્મમાં ખોટી સહી કરી બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા હતા. નકલી દસ્તાવેજના આધારે ગાડી અન્ય શખસને વેચી દીધી નકલી દસ્તાવેજોના આધારે અમિતે ગાડી શેખ સારૂકમીયા નજુમીયા નામના વ્યક્તિને રૂ.2,82,000માં વેચી દીધી હતી. ​આ પછી રાજકોટ એસ.ઓ.જી. પોલીસને શંકાસ્પદ મિલકત તરીકે આ ગાડી મળી આવતા તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગાડીના ઓરીજીનલ દસ્તાવેજો હજુ પણ ફરિયાદી બકુલભાઈ પાસે છે છતાં ગાડી અન્યના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે. જેમાં આરોપી આનંદે બકુલભાઈને ગાડીના નક્કી કરેલા રૂ.2,35,000 પણ ચૂકવ્યા ન હતા. આ મામલે બકુલભાઈ રાઠોડની ફરિયાદના આધારે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી આનંદ ઉર્ફે અમિત નવીનભાઈ ખખ્ખર વિરુધ્ધ BNSની કલમ 318(4), 336(2), 336(3), 338 અને 340(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ:સ્થળ ઉપરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, દારૂ ખરીદવા આવેલા ગ્રાહકોને પણ દબોચી લીધા, બુટલેગર ફરાર, 11 વાહનો જપ્ત કર્યા
    Next Article
    ડિમોલિશન બાદ ફરી ગેરકાયદે બાંધકામ!:જંગલેશ્વરમાં ફરી બાંધકામો શરૂ, ડિમોલિશનમાં જેમના મકાનો વધુ તૂટી ગયા તેઓ સમારકામ કરતા હોવાનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment