Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી ગેટ પાસે હોટેલ ડાયમંડ પ્લાઝાના પાંચમા માળે ભીષણ આગ:હોટેલમાં રોકાયેલા મહેમાનો અને સ્ટાફમાં નાસભાગ, ભારે જેહમતે આગ કાબૂમાં આવી

    12 hours ago

    સુરત શહેરના વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટ વિસ્તારમાં આજે અચાનક આગની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અહીં આવેલી 'હોટેલ ડાયમંડ પ્લાઝા'ના પાંચમા માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી છે અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હોટેલમાં રોકાયેલા મહેમાનો અને સ્ટાફમાં નાસભાગ મળતી માહિતી મુજબ દિલ્હી ગેટ પાસે આવેલી હોટેલ ડાયમંડ પ્લાઝાના પાંચમા માળે આવેલા કિચન (રસોડા)માં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આગ લાગતા જ હોટેલમાં રોકાયેલા મહેમાનો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો આ ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોટેલના કર્મચારીઓ અને ગેસ્ટને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, હોટેલના કિચનમાં ગેસ લીકેજ થવાને કારણે આ આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી આગ એટલી વિકરાળ હતી કે, હોટેલના પાંચમા માળે રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે અને મિલકતને મોટું નુકસાન પહોંચ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી. ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આગની જાણ થતા જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો છે. પાંચમા માળે કિચનમાં આગ લાગી હતી. હવે તપાસ એ વિષય પર કરવામાં આવશે કે હોટેલનો આ પાંચમો માળ ગેરકાયદેસર હતો કે કેમ અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં.
    Click here to Read More
    Previous Article
    રોકાણકારો રાતા પાણીએ રડ્યા, 12 લાખ કરોડ ધોવાયા:શેરબજારમાં 22 મહિનામાં સૌથી મોટો કડાકો; સેન્સેક્સ 2,497 પોઈન્ટ, નિફ્ટી 776 પોઈન્ટ તૂટ્યો
    Next Article
    રાજકોટમાં કરા સાથે ધોધમાર વરસાદ, VIDEO:ભારે પવનના કારણે મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ,શહેરમાં કાળાડિબાંગ વાદળોના કારણે વિઝિબિલીટીમાં ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment