Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહકાર ભારતી ભાવનગરમાં મહેશ મોરીની નિમણુંક:મસ્તરામ બાપા ટ્રસ્ટ દ્વારા સન્માન, સહકારી ક્ષેત્રને પારદર્શક અને શોષણમુક્ત બનાવવાનો સંકલ્પ

    18 hours ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સહકાર ભારતીના ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે મહેશ મોરીની વરણી કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા મસ્તરામ બાપા ટ્રસ્ટ, ચિત્રા દ્વારા વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સંતો અને ટ્રસ્ટી પ્રવિણભાઈ આહિર સહિતની કમિટીની ઉપસ્થિતિમાં મહેશ મોરીને શાલ ઓઢાડી અને પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સંતોએ આશીર્વચન પાઠવી કાર્યકાળની સફળતા માટે શુભકામનાઓ આપી હતી. સહકાર ભારતીનો ઉદ્દેશ્ય સહકાર ભારતી એ RSS પ્રેરિત એક અગ્રણી સંગઠન છે, જેની સ્થાપના 1978માં વરિષ્ઠ પ્રચારક સ્વ. લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલ સાહેબ) દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય ધ્યેય ભારતના સહકારી ક્ષેત્રને પારદર્શક, સક્ષમ અને શોષણમુક્ત બનાવવાનો છે. દેશભરની સહકારી મંડળીઓ અને બેંકોને માર્ગદર્શન આપી, સહકારી ચળવળને રાષ્ટ્રનિર્માણના કાર્ય સાથે જોડવા માટે આ સંગઠન સતત કાર્યરત છે. નવા પ્રમુખનો સંકલ્પ મહેશ મોરી ભાવનગર શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેન તરીકે બહોળો અનુભવ ધરાવે છે. જિલ્લા પ્રમુખ તરીકે પદભાર સંભાળતા તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સહકાર ભારતી દ્વારા સહકારી મંડળીઓમાં પાયાનું અને શ્રેષ્ઠ કાર્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. સહકારી ક્ષેત્રમાં રહેલી ગેરરીતિઓ દૂર કરી સભ્યોનું સશક્તિકરણ કરવું અને 'સહકાર' દ્વારા 'રાષ્ટ્ર કાર્ય'નો દ્રષ્ટિકોણ કેળવવો એ તેમની પ્રાથમિકતા રહેશે.
    Click here to Read More
    Previous Article
    સરાયા ગામ પાસે બસ-આઈસર વચ્ચે અકસ્માત:વીજ થાંભલાને ટેકે બસ અટકી જતાં મોટી દુર્ઘટના ટળી; ટંકારામાં દારૂની 144 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
    Next Article
    ઓરલ કેન્સર સામે અમદાવાદની GDCHની ઢાલ:33 જિલ્લામાં 282 ડેન્ટિસ્ટનું મહાઅભિયાન અને 2.24 લાખથી વધુ દર્દીઓને મળી નિઃશુલ્ક સારવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment