Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાડમના બગીચામાં આંતરપાકથી લાખોની કમાણી:સુરેન્દ્રનગરના ખેડૂત પ્રકાશભાઈ પટેલે અપનાવી સ્માર્ટ ફાર્મિંગ

    18 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રતિલાલભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડી આધુનિક પદ્ધતિ અપનાવી છે. તેમણે દાડમના બગીચામાં આંતરપાક તરીકે ટેટી અને તરબૂચનું વાવેતર કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ પદ્ધતિથી તેમને વીઘે રૂ. 80,000 સુધીનું ઉત્પાદન મળે છે. પ્રકાશભાઈ વર્ષોથી કપાસ, ધાણા અને ચણા જેવી પરંપરાગત ખેતી કરતા હતા. આ ખેતીમાં મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી સામે માંડ દસ મણનો ઉતારો મળતો હતો, જેનાથી માત્ર ગુજરાન ચાલતું હતું. ખેતીમાં ખર્ચ વધતો અને વળતર ઘટતું હોવાથી તેમણે પદ્ધતિ બદલવાનો નિર્ણય કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ખેડૂતોની આવક બમણી કરવાના મિશનથી પ્રેરિત થઈને પ્રકાશભાઈએ આધુનિક ખેતી અપનાવી. તેમણે પોતાની 45 વીઘા જમીનમાં તરબૂચ અને 30 વીઘા જમીનમાં ટેટીનું સફળ વાવેતર કર્યું છે. આ ઉપરાંત, તેઓ ટમેટા અને કાકડી જેવા શાકભાજીનું પણ વાવેતર કરી ખેતીને વિવિધતાસભર બનાવી રહ્યા છે. પ્રકાશભાઈએ 35 વીઘા જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે. દાડમનો પાક તૈયાર થતા લાંબો સમય લાગે છે, તે દરમિયાન જમીન ખાલી ન રહે તે માટે તેમણે આંતરપાક તરીકે ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. આ પદ્ધતિથી જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે અને મુખ્ય પાક તૈયાર થાય તે પહેલાં જ ટૂંકા ગાળાના પાકો દ્વારા તેમને રોકડી આવક મળવા લાગે છે. ખેતીમાં ગુણવત્તા જાળવવા માટે પ્રકાશભાઈ મલ્ચિંગ અને ગ્રો-કવર જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. મલ્ચિંગથી પાણીની બચત થાય છે અને નિંદામણનો પ્રશ્ન ઉકેલાય છે, જ્યારે ગ્રો-કવર પાકને રોગ-જીવાત અને પ્રતિકૂળ હવામાનથી બચાવે છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અને સબસિડી તેમને આધુનિક સાધનો અપનાવવામાં મદદરૂપ થઈ છે, જેનાથી તેમનો આર્થિક બોજ હળવો થયો છે. પ્રકાશભાઈની આ સફળતાએ આસપાસના ખેડૂતો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની ખેતી જોવા માટે વેપારીઓ સામે ચાલીને ખેતરે આવે છે, જે તેમની ઉત્પાદનની ગુણવત્તા અને બજારમાં તેની માંગ દર્શાવે છે. તેમની ખેતપેદાશોની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ હોય છે કે, વેપારીઓ સામે ચાલીને ખેતરે આવીને માલ ખરીદે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચે છે અને વચેટિયામુક્ત સીધું વેચાણ શક્ય બને છે. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો, પ્રકાશભાઈને ગત વર્ષે વીઘે અંદાજે રૂ. 80,000 સુધીનું મબલખ ઉત્પાદન મળ્યું હતું. આ વર્ષે પણ શિયાળુ અને ઉનાળુ પાક દ્વારા તેઓ લાખોની કમાણીની અપેક્ષા રાખી રહ્યા છે. તેમનું માનવું છે કે, જો ખેડૂત જાગૃત બનીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, તો ખેતી ક્યારેય ખોટનો ધંધો નથી, પરંતુ સોનાની લગડી સમાન બની શકે છે. આજે પ્રકાશભાઈ માત્ર એક સફળ ખેડૂત નથી, પણ આસપાસના વિસ્તારના ખેડૂતો માટે આદર્શ બની ગયા છે. નવલગઢનો આ 'પ્રકાશ' આજે સમગ્ર ઝાલાવાડ પંથકમાં કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિનો દીવો પ્રગટાવી રહ્યો છે. જો ખેડૂત પરંપરાગત ઢબ છોડીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે, તો ખેતી ખરેખર સમૃદ્ધિનું દ્વાર ખોલી શકે છે. પ્રકાશભાઈ માત્ર પોતાની પ્રગતિથી સંતુષ્ટ નથી, પરંતુ તેઓ આસપાસના વિસ્તારના ખેડૂતોને પણ આધુનિક ખેતી તરફ વાળવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. નવલગઢના જ ખેડૂત કમલેશભાઈ જણાવે છે કે, “અમે વર્ષોથી કપાસ અને અન્ય પરંપરાગત પાકો લેતા હતા જેમાં ઘણીવાર ખર્ચ પણ માંડ નીકળતો. પરંતુ પ્રકાશભાઈની સલાહથી આ વર્ષે મેં 10 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું છે. અમારો આ પ્રથમ અનુભવ હોવા છતાં, કપાસની સરખામણીએ ટેટીમાં ઘણો સારો ફાયદો દેખાઈ રહ્યો છે. આવકમાં મોટો ઉછાળો જોવા મળતા હવે અમે આધુનિક ખેતી તરફ વળ્યા છીએ.” અન્ય એક પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ જાદવ કહે છે કે, “પહેલા અમે ધાણા, જીરું અને કપાસની ખેતીમાં મહેનત કરતા હતા, પણ જ્યારે પ્રકાશભાઈના ખેતરે જઈને ટેટીનું સફળ વાવેતર જોયું ત્યારે અમને નવી દિશા મળી. હાલમાં ટેટીના વાવેતરથી અમને વીઘે રૂ. 50,000થી 60,000 જેવી માતબર આવક થઈ રહી છે. સૌથી સારી વાત એ છે કે, પ્રકાશભાઈ પોતે અમારી વાડીએ આવીને માર્ગદર્શન આપે છે અને નવું નવું શીખવાડે છે.” આમ, નવલગઢના પ્રકાશભાઈ પટેલ આજે સમગ્ર ઝાલાવાડ પંથકમાં કૃષિ સમૃદ્ધિનો 'પ્રકાશ' ફેલાવી રહ્યા છે. તેમની મહેનત, સરકારી યોજનાઓનો લાભ અને આધુનિક વિચારધારાએ સાબિત કરી દીધું છે કે 'સ્માર્ટ ફાર્મિંગ' એ જ ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે. ખેતીને માત્ર મજૂરી નહીં પણ એક 'વ્યવસાય' તરીકે વિકસાવવાની પ્રકાશભાઈની આ મુહિમ અન્ય ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.
    Click here to Read More
    Previous Article
    ફાયર બ્રિગેડના 100થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાળ:ટાઈમસર પગાર ન થતો હોવા સાથે સેફ્ટીના સાધનો પણ ન આપવામાં આવતા હોવાના આક્ષેપ, નવલખી મેદાનમાં એકઠા થઈ વિરોધ નોંધાવ્યો
    Next Article
    હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલો યુવક 5 દિવસના રિમાન્ડ પર:ઘરમાંથી 10 લાખનો વધુ 296 ગ્રામ જથ્થો મળ્યો, મુંબઈથી ઇલેક્ટ્રિક સ્પીકરમાં ભરી રાજકોટ લઇ આવતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment