Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ચેટીચંદ પર્વની ઉજવણી:સિંધી સમાજ દ્વારા બે દિવસીય કાર્યક્રમોનું આયોજન

    14 hours ago

    વેરાવળમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની બે દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ઝુલેલાલની 1077મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પૂર્વ સંધ્યાએ, ગુરુવાર, 19 માર્ચ, 2026 ના રોજ રાત્રે 10:30 કલાકે 'વેલકમ ચેટીચંદ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ વેરાવળના સચખંડ દરબાર, 80 ફૂટ રોડ, તાજ સોસાયટી ખાતે ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા આયોજિત છે. જેમાં ચોરવાડના અશોક તન્ના મ્યુઝિકલ પાર્ટી દ્વારા ઝુલેલાલ સાહેબના ભજનો અને ગીતો રજૂ કરાશે. આ ઉપરાંત, ભાઈઓ માટે સિંધી છેજ, બહેનો દ્વારા રાસ ગરબા અને બાળકો દ્વારા સિંધી નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુરુનાનક કીર્તન મંડળી દ્વારા સિંધી સમાજના ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમ અનિશ રાચ્છની એક યાદીમાં જણાવાયું છે. શુક્રવાર, 20 માર્ચ, 2026 ના રોજ સવારે 10 કલાકે લીલાશા બાગ વાડી, બિહારી નગરથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી 80 ફૂટ રોડ, બજરંગ રોડ, નવદુર્ગા ગરબી રોડ, લીલાશાહ નગર થઈ ગુરુદ્વારા રીંગ રોડ પર પૂર્ણ થશે. ત્યારબાદ, બપોરે 1:00 થી 2:30 કલાકે લીલાશાહ બાગ વાડી, બિહારી નગર ખાતે પ્રસાદી (લંગર)નું આયોજન કરાયું છે. સાંજે 3:00 કલાકે ઝુલેલાલ મંદિર, વાણંદ સોસાયટીથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા સોમનાથ સોસાયટી 3, 60 ફૂટ રોડ, 80 ફૂટ રોડ, નટવર ચોક, બજરંગ સોસાયટી, નવદુર્ગા ગરબી રોડ, રીંગરોડ સોમનાથ સોસાયટી 2, અંબાજી મંદિર, લીલાશાનગર થઈ ટાવર ચોક અને અયોધ્યા ચોક (કાકા સેન્ડવીચ) પાસે સમાપ્ત થશે. રાત્રે 8:00 થી 11:00 કલાકે લીલાશા બાગ વાડી, બિહારી નગર ખાતે સત્સંગ મંડળીનો કાર્યક્રમ યોજાશે, ત્યારબાદ પ્રસાદીનું આયોજન છે. આ સમગ્ર આયોજન સિંધી જનરલ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. સિંધી જનરલ પંચાયતના પ્રમુખ લાલચંદ એસ. ત્રિલોકાણી, ઉપપ્રમુખ રમેશભાઈ એસ. આહુજા અને યુવા આગેવાન ચંદ્રકાંત મુલચંદનાણીએ સમાજના સહપરિવાર સભ્યોને આ કાર્યક્રમોમાં સહભાગી થવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના વિદેશ-રક્ષા મંત્રીના ઘર ઉપર શંકાસ્પદ ડ્રોન દેખાયા:સુરક્ષા મામલે ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી; બંને નેતાઓને શિફ્ટ કરવા પર વિચારણા
    Next Article
    સાપર નજીક LPG ટેન્કર પલટ્યું, કોઈ જાનહાનિ નહીં:જામનગર-ખંભાળિયા માર્ગે અકસ્માત, તંત્રની ટીમ દોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment