Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપર નજીક LPG ટેન્કર પલટ્યું, કોઈ જાનહાનિ નહીં:જામનગર-ખંભાળિયા માર્ગે અકસ્માત, તંત્રની ટીમ દોડી

    16 hours ago

    જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સાપર ગામના પાટિયા પાસે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં એક એલપીજી ભરેલું ટેન્કર પલટી ગયું હતું. જી.જે.-૬ એ.એક્સ. 9024 નંબરનું આ ટેન્કર મોટી ખાવડીથી 17 ટન એલપીજી ભરીને સાણંદ જઈ રહ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, સાપર ગામના પાટિયા પાસે એક લક્ઝરી બસના ચાલકે અચાનક બ્રેક મારતા અથવા કાવો લેતા અકસ્માત સર્જાયો હતો. ગેસ ટેન્કરના ચાલક મનજીતસિંઘે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે વજનને કારણે ટેન્કર તેના હોર્સથી છૂટું પડીને માર્ગની બાજુમાં ઉતરી ગયું અને પલટી ખાઈ ગયું. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને ટેન્કરમાંથી ગેસ લીકેજ થયું ન હતું. અકસ્માતની જાણ થતાં જ સિક્કા જીએસએફસી, ડીસીસી કંપની, રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટર, ૧૦૮ એમ્બ્યુલન્સ અને સિક્કા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ક્રેઈનની મદદથી પલટી ગયેલા ટેન્કરને ફરીથી ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમાં નવો હોર્સ જોડીને તેને રાજકોટ તરફ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ચેટીચંદ પર્વની ઉજવણી:સિંધી સમાજ દ્વારા બે દિવસીય કાર્યક્રમોનું આયોજન
    Next Article
    બોર્ડના પેપરોની ચકાસણી શરૂ, 50% શિક્ષકો ગેરહાજર:રાજકોટમાં ધો.10 - 12 ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના ચેકીંગમાં લાયકાત વિનાના શિક્ષકો આવતા ઘરે મોકલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment