Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૈત્ર નવરાત્રી શરૂ, અંબિકા માતા મંદિરે ભક્તો ઉમટ્યા:ખેડબ્રહ્મામાં ઘટ સ્થાપન, મહાલક્ષ્મી સ્વરૂપના દર્શન

    16 hours ago

    આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રીનો મંગલ પ્રારંભ થયો છે. સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ ખેડબ્રહ્મા ખાતે આવેલા શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ચૈત્ર સુદ એકમના પવિત્ર દિવસે મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચન અને ઘટ સ્થાપન કરવામાં આવ્યું. નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ મા અંબિકાના આશીર્વાદ મેળવ્યા હતા અને મંદિર પરિસર 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નવ દિવસીય નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ ઉપાસના માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૈત્ર નવરાત્રી નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું છે. ગર્ભગૃહ અને માતાજીની મૂર્તિને મનમોહક ફૂલોના હારથી શણગારવામાં આવી છે. આજે પ્રથમ નોરતે માતાજીએ ગજ કેસરી સવારી પર બિરાજમાન થઈ મહાલક્ષ્મી સ્વરૂપે ભક્તોને દર્શન આપ્યા હતા. માનું આ દિવ્ય સ્વરૂપ જોઈ માઈભક્તોએ ધન્યતા અનુભવી હતી. માતાજીના મંદિરે પરંપરાગત રીતે ઉજવણીના ભાગરૂપે આજે સાંજથી જ મંદિરના પટાંગણમાં આવેલા ચાચર ચોકમાં ગરબાનું આયોજન થશે. આગામી નવ દિવસ સુધી ખેડબ્રહ્મામાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે, જેના માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં 587 કરોડના ખર્ચે 1300 બેડની મેડિસીટીનું નિર્માણ:પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થવામાં, ગાયનેક અને પીડિયાટ્રિક માટે 8 માળનું અલગ બિલ્ડિંગ; ત્રણ જિલ્લાના લોકોને મળશે સારવારનો લાભ
    Next Article
    “કેકારવ”માં ઝળહળ્યું બાળ પ્રતિભાનું આકાશ:પ્રભાસ પાટણમાં સંસ્કૃતિનો રંગારંગ મહોત્સવ, પી.એમ. શ્રી પે સેન્ટર શાળાના નાનકડા કલાકારોની અદભૂત રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment