Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં 587 કરોડના ખર્ચે 1300 બેડની મેડિસીટીનું નિર્માણ:પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થવામાં, ગાયનેક અને પીડિયાટ્રિક માટે 8 માળનું અલગ બિલ્ડિંગ; ત્રણ જિલ્લાના લોકોને મળશે સારવારનો લાભ

    17 hours ago

    ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના લોકોની આરોગ્ય સુવિધા માટે ભાવનગરમાં રૂપિયા 587 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી મેડિસીટીના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ચાર ફેઝનમાં થનારી આ કામગીરી પૂર્ણ થતા ત્રણ જિલ્લાના લોકોને એક છત નીચે જ આરોગ્ય સુવિધાઓ મળી રહેશે. હાલ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવારના વિભાગ અલગ અલગ હોય નવી મેડિસીટી હોસ્પિટલમાં તમામ એક ફ્લોર નીચે જ મળી રહેશે. ખાસ કરીને ગાયનેક અને પીડિયાટ્રિક માટે અલગ જ બિલ્ડિંગ તૈયાર કરાઈ રહ્યું છે. મેડિસીટીમાં દર્દીઓને હીપ અને ની રિપ્લેસ્ટમેન્ટ જેવી સારવાર પણ મળી રહેશે. 1.64 લાખ ચો.મી. જગ્યામાં ચાર ફેઝમાં મેડિસીટીની કામગીરી પૂર્ણ થશે ભાવનગર શહેરના નારીગામ નજીક આધુનિક નવી સર્ટી હોસ્પિટલ નું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં 976 બેડ અને 316 આઈસીયુ વિભાગના બેડ મળી 1300 બેડની આધુનિક સેન્ટ્રલી એસી બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં 30 મેજર ઓટી, 10 માઇનર ઓટી, મેડિસિન વિભાગ, ટીબી વિભાગ, ઇન્ફેક્શન ડીસીસ વિભાગ, સાઈક્રેટિક વિભાગ, સ્કીન વિભાગ, સર્જરી વિભાગ, ઓર્થોપેટીક વિભાગ, કાન-નાક-ગળાનો (ENT) વિભાગ, આંખ વિભાગ, જિમેસ્ટિક વિભાગ, ગાયનેક વિભાગ, ચિલ્ડ્રન વિભાગ સહિતની સુવિધાથી સજ્જ 1,26,070 ચોરસ મીટરમાં નવી મેડિસીટી હોસ્પિટલ બનવા જઈ રહી છે. તેની બાજુમાં 37,760 ચોરસ મીટરમાં મેડિકલ કોલેજ બનાવવા માટેની કામગીરી હાથ ધરાશે, જેમાં 250 અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને 50 પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ક્ષમતા ધરાવશે. ફેઝ-1 માં બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ, જે બન્ને 11-11 માળની છે, જેમાં બન્નેમાં 1000-1000 આશરે કેપિસિટી છે, તે કામગીર પૂર્ણતાના આરે છે. આ અંગે સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહે જણાવ્યું હતું કે, અંદાજિત 587 કરોડના ખર્ચે મેડિસીટી ભાવનગરમાં નિર્માણ પામવાની છે. થોડા માસ પૂર્વે વડાપ્રધાન ભાવનગર આવ્યા ત્યારે આ મેડિસીટીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં બે યુજી હોસ્ટેલ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બની ગઈ છે અને બાકી મેડિકલ કોલેજ, સરકારી હોસ્પિટલ અને માતા અને બાળકો, એને અમે શોર્ટ ફોર્મમાં MCH વિંગ એ પણ અલગથી આકાર લેનાર છે. આ કામમાં ફેઝ વાઇસ વાત કરીએ તો ફેજ-1નું કામ અત્યારે પૂર્ણ થવાના આરે છે. કારણકે બોયસ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ બન્નેની આશરે 2000 વિદ્યાર્થીની કેપેસિટી છે, તે અત્યારે ફેઝ-1માં થવાની છે. ત્યારબાદ પીજી હોસ્ટેલ અને એકેડેમી બ્લોક, એટલે મેડિકલ કોલેજના બ્લોક બનવાનું શરૂ થશે. અત્યારે સરકાર સાથે રજૂઆતની વાત ચાલે છે. જ્યારે હોસ્ટેલ અમને હાથમાં આવે, સાથે સાથે જો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં બિલ્ડીંગ બની ગયું હોય, તો વિદ્યાર્થીને ત્યાં અભ્યાસ સાથે રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ થઈ જાય. આશરે આ કામ ચાર ફેઝમાં વહેંચાયેલું છે. એમાં ફેઝ વનનું કામ પૂર્ણ થવાના આરે છે. બીજા ફેઝમાં એકેડમી બ્લોક અને પીજી હોસ્ટેલ બનશે, અને ત્રીજા ફેઝમાં હોસ્પિટલનું કામકાજ શરૂ થશે. અને ચોથા ફેઝમાં ડોક્ટર ક્વાર્ટર્સ, ડીન સુપ્રીડેન્ટેડ ક્વાર્ટર્સ બનાવવાનું હોય, તેની શરૂઆત થશે. નવી હોસ્પિટલમાં 30 મોડ્યુલર ઓપરેશન થિયેટર હશે આખો કોન્સેપ્ટ એવો છે કે એક યુનિટરી કેમ્પસ હોય અને યુનિટરી કેમ્પસની અંદર આ બધી જ સુવિધા એક જ જગ્યાએ ઉપલબ્ધ હોય. આશરે 30 મોડ્યુલર થિયેટર હશે, અને 1200 બેડની કેપેસિટી સાથે હોસ્પિટલ બનવા જઈ રહી છે.અને અત્યારે જોઈએ તો ભાવનગરની પેરીફેરી ડેવલોપિંગ થઈ રહી છે, જે પણ બહાર જઈ રહી છે. જેલ પણ બહાર જઈ રહી છે, આરટીઓ ઓફિસ પણ જઈ રહી છે, તો એ એરીયા છે વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. એ રીતે આપણે જોઈએ તો આપણે ડેવલોપિંગ સારી રીતે થઈ શકશે. આખી હોસ્પિટલ કેમ્પસ જ્યારે આકાર લેશે, તો અત્યારે કરતાં વધારે સ્માર્ટ ટાસ્ક રૂમ અને બધા ઓટી છે, તે મોડ્યુલર થશે. ઉપરાંત અમે ભવિષ્ય માટે અત્યારે એવી પ્રપોઝલ મૂકેલી છે કે આઈટી નો ઉપયોગ વધુમાં વધુ થાય, જેથી પેશન્ટ છે એ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈ શકે. હાલ દરરોજ પેશન્ટ આવતા હોય છે, પણ તે એપોઇન્ટમેન્ટ લઈ શકે. તેવો રિપોર્ટ ઓનલાઇન મળી શકે. ઉપરાંત વિદ્યાર્થીઓનું જે ભણવાનું છે, એમાં સ્માર્ટ ક્લાસ રૂમનો ઉપયોગ થઈ શકે. જેથી સ્ટેટ ઓફ આર્ટ આપણે એવું કરી શકાય કે ભાવનગર છે એક દરિયા કિનારે છે, પણ છતાં જે સારામાં સારી કોલેજો અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોય એ પ્રકારની ફેસિલિટી ભણવા માટે અને પેશન્ટ માટે મળે, એ પ્રકારની અમારી નીમ છે. મેડિસીટીના નિર્માણ બાદ ભાવનગર સરટી હોસ્પિટલમાં પણ કેટલીક સારવાર ચાલુ રહેશે હાલ જે હોસ્પિટલ કાર્યરત છે તેમાં સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ ત્યાં નિર્માણ થયું છે, જે ગયા વર્ષે, એક વર્ષ પહેલા આપણે શરૂ કર્યું છે. ઉપરાંત કેન્સર બિલ્ડીંગ છે.તો સરકારનો પ્લાન એવી રીતનો છે કે આ જે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાંને ત્યાં ચાલુ રહેશે, કેન્સર બિલ્ડીંગ પણ ત્યાં ચાલુ રહેશે. અને અત્યારે અમારે સરકારમાં ચર્ચા ચાલુ છે કે જે બેઝિક સુવિધાઓ છે, બેઝિક જરૂરિયાત છે એ અહીંયા શરૂ રહે. ઉપરાંત જે આપણે અલગ-અલગ ફેસિલિટી જેવી કે તમારે ફિટનેસ કઢાવવાનું છે કે હજ માટેના સર્ટિફિકેટ લેવાના છે, વેક્સિનેશન છે તો જે પાયાની જરૂરિયાતો છે એ અહીંયા જ રહે એ બાબતની ચર્ચા અત્યારે અમારી સરકારમાં ચાલી રહી છે. અને ઉપરાંત આ સિવાયની બીજી સુપર સ્પેશિયાલિટી પણ અહીંયા આવશે. મેડિસીટીના યુનિટરી કેમ્પસમાં તમામ વિભાગ એક જ જગ્યાએ હશે સર. ટી. માં ગાયનેક વિભાગ એક જગ્યાએ છે, પીડિયાટ્રિક બીજી જગ્યાએ છે, ENT ત્રીજી જગ્યાએ છે, કેન્સર ચોથી જગ્યાએ છે, લેબોરેટરી પાંચમી જગ્યાએ છે. એટલે ઘણીવાર જો બહારનું કોઈ પેશન્ટ આવે ને તો બિચારો કન્ફ્યુઝ થઈ જાય કે એક બિલ્ડીંગમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં છતાં આપણે અત્યારે દર્દી મિત્ર રાખ્યા છે જેથી એ લોકોને મદદ કરી શકે, ગાઈડ કરે છે. તો અહીંયા આગળ એ બધામાંથી એ લોકો બહાર આવી જશે કે એક જ બિલ્ડીંગ હોય અને યુનિટરી કેમ્પસ હોય એટલે બધું એમને ત્યાંથી મળી જશે. વધુમાં જણાવ્યું હતું કે ભાવનગર, અમરેલી, બોટાદમાં સુવિધાઓ તો છે. હાલમાં જે રીતે સર. ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ભાવનગર અલગ અલગ જગ્યાએ છે, તો એમએમસીના નિયમ પ્રમાણે ઉપરાંત જ્યારે બધું એક રૂફ નીચે હોય, તો અલગ અલગ રૂફમાં ફરવું પડે છે. તે બાબતે પણ લોકોને ફરવું ન પડે, હાલાકી ન ભોગવી પડે, એટલે એ બધી વસ્તુ મેડિસીટીમાં એક સાથે થશે, જેમાં સ્પેશિયાલિટી બિલ્ડીંગ હશે અને સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગ પણ હશે. સ્પેશિયાલિટી બિલ્ડીંગ એટલે એમાં પૂરતા પ્રમાણમાં મોડ્યુલ ઓટી, આઈસીસીયુ, પીડીયાટિક વોર્ડ, ગાયનેક વોર્ડ અને સ્પેસિફિકલી પીડિયાટિક અને ગાયનેક નું આઠ માળનું બિલ્ડીંગ, જે સ્પેશિયલી માતા અને બાળક માટે ફાળવેલું છે, તે બાબતની સુવિધા ઉપલબ્ધ થશે. મેડિસીટીમાં હીપ અને ની રિપ્લેસમેન્ટ જેવી ટ્રીટમેન્ટ ફ્રીમાં થશે હાલમાં જ્યારે ભાવનગર બધી જ રીતે વિસ્તરી રહ્યું છે, ત્યારે આજુબાજુના લોકોને પણ છેક સિટીમાં અંદર ન આવવું પડે, એ માટે નારી ચોકડી એરિયામાં, એટલે અમદાવાદ, રાજકોટ કે તળાજા બાજુથી આવતા હોય, તો એ બધાને બહારની જગ્યાએ સુવિધા મળશે અને હાલમાં જે રીતે કોર્પોરેશનની ઇ-બસ સેવાથી ભાવનગરના લોકો પણ ત્યાં સહેલાઈથી પહોંચી શકશે. હાલમાં સરકારના ધારા ધોરણ મુજબ બધી જ ટ્રીટમેન્ટ મેડિસિટીમાં ફ્રી થશે, જેમ કે ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ અને ભવિષ્યમાં જો યોગ્ય રહ્યું, તો એનજીઓગ્રાફી, એનજીઓ પ્લાસ્ટિ ઓ પણ થવાની શક્યતા રહેશે. ઉપરાંત બાકી બધા ઓપરેશનો ફ્રી માં થશે.આ મેડિસિટીનું નિર્માણ થવાથી આજુબાજુના ત્રણ જિલ્લા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાની જેટલી વસ્તી છે, તેને આ હોસ્પિટલનો લાભ મળશે.
    Click here to Read More
    Previous Article
    ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બેના મોત, 9ને ઈજા:સુરતમાં એમ્બ્રોઈડરીના કારખામાં રહેલા બે LPG સિલિન્ડરમાં વિસ્ફોટ, છતના પતરા ઉડી ગયા, આગથી અફરાતફરી
    Next Article
    ચૈત્ર નવરાત્રી શરૂ, અંબિકા માતા મંદિરે ભક્તો ઉમટ્યા:ખેડબ્રહ્મામાં ઘટ સ્થાપન, મહાલક્ષ્મી સ્વરૂપના દર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment