Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોક્સી કોલેજ વેરાવળમાં 'પુસ્તક મહોત્સવ'નું આયોજન:શહેરની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને હોદ્દેદારોએ લાભ લીધો

    1 week ago

    વેરાવળની શ્રી ચોક્સી કોલેજમાં 18 માર્ચ, 2026ના રોજ 'પુસ્તક મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી.પી. ચોક્સી આર્ટસ અને શ્રી પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ ખાતે આ 'બુક બોનાન્ઝા' ઉજવાયો હતો. સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી ચાલેલા આ મહોત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધારવાનો અને જ્ઞાનના નવા ક્ષિતિજો સર કરવાનો હતો. કોલેજની સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન સુરેશભાઈ કંપાણી, સેક્રેટરી ભરતભાઈ શાહ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલ સચિવ મહેશભાઈ મેતરા, પ્રિન્સિપાલ નરેન્દ્ર પંડ્યા, સવજાણી કોલેજના ટ્રસ્ટી ગિરીશભાઈ કારીયા અને નવલભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ.જે. બંધિયા, ગવર્મેન્ટ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સ્મિતાબેન છગ, જે.એમ. સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ, ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી જયસ્વાલ સાહેબ, રેયોન સ્કૂલના આચાર્ય અને સ્ટાફ, જન સેવા ટ્રસ્ટ રેયોન તથા વિવિધ સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓ અને જુદી જુદી કોલેજોના પ્રાધ્યાપકોએ પણ આ મહોત્સવનો લાભ લીધો હતો. આ પ્રસંગે પ્રિન્સિપાલ ડો. જીગર રાવલે જણાવ્યું હતું કે, "ઉત્તમ પુસ્તકો જીવન બદલવાની શક્તિ ધરાવે છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રુચિ વધે તે હેતુથી લાયબ્રેરી સમિતિ દ્વારા આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે." કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક મુલાકાત લીધી હતી. ગ્રંથપાલ ડો. મૈત્રી જોશીએ લાયબ્રેરીના વિવિધ પુસ્તકોના સંગ્રહ વિશે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને પુસ્તકોનો મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. અંગ્રેજી સાહિત્યથી લઈને વિવિધ વિષયોના જ્ઞાનસભર પુસ્તકોનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ પ્રો. (ડો.) જીગર આર. રાવલ, સમગ્ર કોલેજ સ્ટાફ, ગ્રંથપાલ તથા એન.એસ.એસ. અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. આ માહિતી અનિસ રાચ્છ દ્વારા એક યાદીમાં આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Ustaad Bhagat Singh Movie Review LIVE Updates: Fans call Pawan Kalyan-starrer a one man show; film to have a massive opening of Rs 105 crore
    Next Article
    ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બેના મોત, 11ને ઈજા:સુરતમાં એમ્બ્રોઈડરીના કારખામાં રહેલા LPG સિલિન્ડરમાં વિસ્ફોટ થયો, આગ લાગત અફરાતફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment