Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં વાતાવરણમાં પલટો:વહેલી સવારથી ફૂંકાયા તેજ પવન, ઉજાલા સર્કલ પાસે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી

    11 hours ago

    રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે 19 માર્ચના રોજ વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. શહેરમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાતા ઠંડક પ્રસરી ગઈ છે, જોકે ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના ઉજાલા સર્કલ અને વણઝર વિસ્તારમાં ભારે પવનને કારણે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. હવામાં ઉડેલી ધૂળની ડમરીઓને લીધે વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેજ પવન અને ધૂળિયા વાતાવરણની અસર વીજ સેવા પર પણ પડી છે. ઉજાલા અને વણઝર વિસ્તારમાં પવનના કારણે લાઈટો ગુલ થઈ ગઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આશરે 40 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનોને કારણે ગરમીમાં રાહત મળી છે અને સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    યુપી, દિલ્હી અને હરિયાણામાં ભારે વાવાઝોડું-વરસાદ:દિલ્હી એરપોર્ટ પર 22 ફ્લાઇટ્સ ડાયવર્ટ; રાજસ્થાનમાં કરા પડવાની ચેતવણી, હિમાચલમાં હિમવર્ષા
    Next Article
    અમેરિકન જાસૂસી સંસ્થા CIA:અંકલ સેમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુનિયાના ઘણા ગુપ્ત નેટવર્ક પર નજર રાખે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment