Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેડતીનો મામલો:એજન્સી પાસેથી ક્રેટા ભાડે લઈને પરત ન કરી ગઠિયાએ ઠગાઇ કરી

    10 hours ago

    ફતેગંજની વીવીઆઈપી કાર રેન્ટલ પાસેથી ક્રેટા કાર ભાડે લઈ જઈને ભેજાબાજે પરત કરી છેતરપિંડી કરી હતી. ત્યારે જે.પી રોડ પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ફતેગંજ બીસી મિસ્ત્રી કમ્પાઉન્ડ ખાતે રહેતા નુરુલહક્ક જાહેદભાી ચૌહાણ વીવીઆઈપી કાર રેન્ટલ નામથી ફોર વ્હીલર ગાડી ભાડે અપાવવાનું કામ કરે છે. વીવીઆઈપી કાર રેન્ટલ જુમ કાર તથા હોસ્ટ એપ્લિકેશનમાં રજીસ્ટર કર્યું હતું. નુરૂલહક્કે ક્રેટા કાર ખરીદી હતી. ત્યારે તાંદલજા શાંતિવન સોસાયટી ખાતે રહેતા આતાઉર રહેમાન શાકિર મેમણ અગાઉ નુરુલહક્ક પાસેથી કાર ભાડેથી લઈ જતો હતો અને સમયસર પરત આપી જતો હતો. તા.5 ફેબ્રુઆરીએ આતાઉરે ફોન કરીને જણાવ્યું હતું કે, મારે પરિવાર સાથે ડભોઈ જવું છે. જેથી કોઈ ડીઝલ કાર પાંચ દિવસ માટે ભાડેથી જોઈએ છે. ત્યારે નુરુલહક્કે રૂ.5 હજારના ભાડે આતાઉરને ક્રેટા કાર આપી હતી. જોકે ત્યારે આતાઉરે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ પણ નુરુલહક્કને આપ્યા હતા. સાથે જ તેને રૂ.10 હજાર એડવાન્સ, તથા રૂ.10 હજાર ડિપોઝિટ પેટે આપ્યા હતા. જોકે ત્યાર બાદ આતાઉર તા.10 ફેબ્રુઆરીએ કાર પરત આપવાનો હતો. જેને પગલે નુરુલહક્કે જીપીએસ તપાસ્યું હતું. જેમાં કાર બોડેલી નજીક જણાઈ હતી. આતાઉર કહેતો હતો કે, તમારી કાર બીજાને આપી છે. થોડા દિવસમાં તમને પરત મળી જશે. જોકે ત્યારબાદ આતાઉર ખોટા વાયદા કરતો રહ્યો હતો. પરંતુ તેને કાર પરત કરી નહોતી. ત્યારે જે.પી રોડ પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કાર ભાડે લઇને ઠગાઇ કરતા ગઠીયાઓ મોટી સંખ્યામાં સક્રિય થયાં છે. ત્યારે પોલીસ સામે પણ આવા ભેજાબાજોને પકડવાની નવી ચેલેન્જ ઉભી થઇ છે. ભાસ્કર ઇનસાઇડ કારને જીપીએસથી લોક કરી દેવાઈ, જોકે ભેજાબાજ તેના પછી કારને ટો કરીને મધ્યપ્રદેશ બાજુ લઈ ગયો કાર પરત ન મળતા નુરુલહક્કે તેને જીપીએસ સિસ્ટમથી લોક કરી દીધી હતી. જોકે કાર સ્થળ પરથી હલતા નહીં, તેને ટો કરીને લઈ જવાઈ હતી. કારને મધ્યપ્રદેશ તરફ લઈ જવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ત્યાં નેટવર્ક ન મળતા જીપીએસ પણ કામ કરતું નહોતું. ત્યારે કારનું જીપીએસ કાઢીને કોઈને કાર આપી દેવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. નુરુલહક્કે સમગ્ર મામલે 10 ફેબ્રુઆરીએ પોલીસને જાણ કરી હતી. ત્યારે એક મહિના બાદ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    યંગ ઇન્ડિયન્સ દ્વારા ‘નમામિ નર્મદે’ પહેલ:પ્લાસ્ટિક ફ્રી પરિક્રમા, 50 યુવાઓ નર્મદાના રૂટ પરથી કચરો ભેગો કરી સીડબોલ નાખશે
    Next Article
    દુષ્કર્મના મામલે સજા ફટકારી:સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર શખ્સને 20 વર્ષની કેદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment