Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ફોલોઅપ:મોટાપોંઢા આપઘાત કેસમાં‎આરોપી હજી ધરપકડથી દૂર‎

    1 week ago

    મોટાપોંઢાની સગીરાને બ્લેકમેઇલ કરતા તેણે આપઘાત કરી લીધો હતો. અગાઉ આરોપી અને સગીરાના પરિવારે સમાધાન કરવા છતાં તેને સતાવતા આપઘાત કરવા તે મજબૂર બની હતી. જો પહેલા જ પરિવાર પગલા લઇ લેતે તો આ ઘટના અટકી શકત. મોટાપોંઢા વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ 15 માર્ચના રોજ ઘરમાં એસિડ ગટગટાવી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ કેસમાં પાછળથી પરિવારને એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણે સોનુ મોબાઇલના દુકાનદાર સામે બ્લેકમેલનો આક્ષેપ કર્યો હતો. પોલીસે આરોપી ખુશાલ ડાયારામ માલી સામે ગુનો નોંધી તપાસ કરતા તે દુકાન બંધ કરીને ફરાર હોવાનું બહાર આવ્યું છે. સગીરાના પિતાએ જણાવ્યું કે, 6 માસ અગાઉ બંને વચ્ચે પ્રેમસંબંધ હોય આરોપીના પિતા સાથે બેસી હવેથી બંને એકબીજાને નહીં મળશે તેમ સમાધાન કરાયો હતો. તે છતાં આરોપી તેને સતાવતો હતો. જો પરિવાર જે તે સમયે આરોપી સામે પગલા લઇ લેતે તો સગીરાનો જીવ બચી શકત. આ ઘટનાને લઇ નાનાપોંઢા વિસ્તારમાં મોબાઇલની દુકાન ચલાવતા આરોપી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સેવા સેતુ કાર્યક્રમ થયો સાર્થક:રાજ્યના છેવાડાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામે 1200થી વધુ અરજીઓનો સ્થળ પર નિકાલ
    Next Article
    અંધારપટ્ટના કારણે સ્થાનિકોને હાલાકી:ભદેલીજગાલાલા વેકરિયામાં 8 સ્ટ્રીટલાઇટના અભાવે હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment