Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતા વૈષ્ણોદેવી જતી ટ્રેનમાં અકસ્માત:લુધિયાણામાં બે ભાગમાં વહેંચાઈ, 1200 મુસાફરોનો આબાદ બચાવ; જો સ્પીડમાં હોત તો જાનહાનિ થઈ જાત

    1 week ago

    લુધિયાણા રેલવે સ્ટેશન પર વૈષ્ણોદેવી જઈ રહેલી 1200 યાત્રીઓથી ભરેલી ટ્રેનનો અકસ્માત થયો. અહીં ટ્રેનના સ્લીપર કોચનું ટોયલેટ અચાનક ધડાકા સાથે તૂટી ગયું. જેના પછી આ કોચ પોતાના સાથેના ડબ્બાથી અલગ થઈ ગયો. ધડાકો જેવો અવાજ સાંભળતા જ યાત્રીઓમાં અફરાતફરી મચી ગઈ. તેઓ ડબ્બામાંથી બહાર આવી ગયા. સદનસીબે, જ્યારે અકસ્માત થયો ત્યારે ટ્રેન લુધિયાણાથી ઉપડી જ હતી. જો હાઈસ્પીડ દરમિયાન આ અકસ્માત થયો હોત તો યાત્રીઓના જીવને જોખમ થઈ શકત. ન્યૂ દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશિયલ (04081) નામની આ ટ્રેન આજે (શનિવાર) વહેલી સવારે અઢી વાગ્યા પછી નવી દિલ્હીથી વૈષ્ણોદેવી માટે રવાના થઈ. સવારે 8.47 વાગ્યે તે લુધિયાણા સ્ટેશન પર પહોંચી. પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટારની વરસીના કારણે પહેલેથી જ કડક સુરક્ષા છે. આ દરમિયાન ટ્રેન સાથે થયેલા અકસ્માતની જાણ થતાં જ પોલીસ તરત હાઈ એલર્ટ પર આવી ગઈ. રેલવેના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. તપાસ બાદ લુધિયાણાના ADCP સમીર વર્માએ જણાવ્યું કે ટ્રેન જ્યારે ચાલવા લાગી ત્યારે 2 કોચને જોડતો કપલર તૂટી ગયો. આ એક અકસ્માત છે, કોઈ પ્રકારનો બ્લાસ્ટ થયો નથી. ફિરોઝપુર ડિવિઝનના DRM સંજીવ કુમારે જણાવ્યું કે એક ડબ્બાની ઉંમર 25 વર્ષ હોય છે. જે ડબ્બો તૂટ્યો તેને હજુ 15 જ વર્ષ થયા છે. આવી સ્થિતિમાં તપાસ કરવામાં આવશે. જ્યારે કંઈ તૂટે છે ત્યારે અવાજ આવે જ છે, આ કારણે તપાસ પછી જ બધી વાતોની ખબર પડશે. વૈષ્ણોદેવી જઈ રહેલા મુસાફરોએ વાતચીતમાં જણાવ્યું કે આ ડબ્બો દિલ્હી રેલવે સ્ટેશન પર જોડવામાં આવ્યો હતો. જૂનો ડબ્બો હોવાને કારણે અમને ત્યાં જ ગડબડી થવાની શંકા હતી, જે સાચું સાબિત થયું. હાલમાં ટ્રેનમાં નવા ડબ્બા જોડીને આગળ રવાના કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ ઘટના સાથે જોડાયેલા 3 મોટા નિવેદનો વાંચો:- 1. લુધિયાણાના ADCP સમીર વર્મા:- 2. ફિરોઝપુર ડિવિઝનના DRM સંજીવ કુમાર:- 3. ટ્રેનમાં બેઠેલા મુસાફર અમિત ચૌહાણ:- ગ્રાફિક્સમાં જુઓ કેવી રીતે થયો અકસ્માત…
    Click here to Read More
    Previous Article
    'તે મને વારંવાર કિસ કરતો રહ્યો':'મુન્નાભાઈ MBBS' ફેમ એક્ટ્રેસ પ્રિયા બાપટે ડરામણો કિસ્સો શેર કર્યો, શૂટ બાદ પણ એક્ટર પાછળ પડી ગયો હતો
    Next Article
    અમરેલીના ચમારડી સબ-સેન્ટરનું નબળું બાંધકામ:આરોગ્ય મંત્રીએ એન્જિનિયરને શૉ કૉઝ નોટિસ ફટકારી, ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તા સામે સરકારની 'ઝીરો ટોલરન્સ'ની નીતિ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment