Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માથાકૂટ, તોડફોડ બાદ ઉણ ગામમાં રાતનો કેવો છે માહોલ?:ચૌધરી સમાજની દીકરી માટે જ્યાં 'દંગલ' ખેલાયું તે ગામમાં અંજપાભરી શાંતિ; ગલીઓમાં માત્ર પોલીસના સાયરન જ સંભળાઈ રહ્યા છે

    9 hours ago

    સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ શાંત પડ્યા બાદ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના યુવક સામે લગ્ન કર્યાં હતા. જેથી ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે રુણી ગામે ગઈકાલે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જે બાદ ચૌધરી સમાજના લોકો દીકરીને પાછી લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યાં ભારે ઘર્ષણ થયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને ગાડીઓમાં તોડફોડ કરી હતી. ઓગડના ઉણ ગામમાં દિવસભર માથાકૂટ થઈ હતી. ત્યારે ચૌધરી સમાજની દીકરી માટે જ્યા 'દંગલ' ખેલાયું તે ઉણ ગામમાં રાતનો કેવો માહોલ છે, એ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ ઉણ ગામ પહોંચી હતી. જ્યાં આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયેલું જોવા મળ્યું હતું. ગામમાં અંજપાભરી શાંતિ જોવા મળી છે. ગામમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલું છે. વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાઈવે પર તોડફોડ કરાયેલી ગાડીઓ પણ જોવા મળી સાંજ પડતા જ ગામના તમામ લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા. ગામની ગલીઓમાં કોઈ વ્યક્તિ જોવા મળ્યો ન હતો. પોલીસે સમગ્ર સ્થિતિને કંટ્રોલ કરી લીધી હતી. ગામમાં બસ પોલીસના સાયરન જ સંભળાઈ રહ્યા હતા. બહારથી અવર-જવર પર રોક લગાવવામાં આવી છે. હુમલાખોરો દ્વારા નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો, જેને બાદમાં પોલીસે ખુલ્લો કરાવ્યો હતો. હાઈવે પર તોડફોડ કરાયેલી ગાડીઓ પણ જોવા મળી હતી. ‘ટોળાનો ઉશ્કેરાત શાંત ન થતા લાઠીચાર્જ કરવો પડ્યો’ આ સમગ્ર મામલે બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડે જણાવ્યું કે, ઉણ ગામની ઘટના બની ત્યારે અમારા એસપી સહિત તમામ પોલીસકર્મીઓ હાજર હતા, ટોળાનો જે આંક્રોશ હતો તેને શાંત કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યાં હતા છતાં ટોળાનો ઉશ્કેરાત શાંત ન થતા લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વધુમાં જણાવ્યું કે, આ ઘટનામાં 62 જેટલા લોકોને ડિટેઈન કરવામાં આવ્યાં છે જેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. 4 પોલીસકર્મી તેમજ ટોળામાંથી 4થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફરી આવી ઘટના ન બને તે માટે ખાલી ઉણ જ નહીં પણ આજુબાજુના ગામમાં પણ આવો બનાવ ન બને તે માટે પોલીસની સાથે SRPની એક ટીમ બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવી છે. ‘પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે’ આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે અને તેઓને સમજાવવાના તમામ પ્રયાસો કરાશે. પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે અને કોઈપણ ઉશ્કેરાટભરી કોમેન્ટ કે લખાણ સામે કાર્યવાહી કરવામાં આવશે. રાત્રિ દરમિયાન પણ પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે અને સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર છે. ઉણ ગામમાં ગઈકાલે શું બન્યું હતું? ભાભરના રુણી ગામમાં ચૌધરી સમાજની દીકરીને પરત લાવવા અંગે ગઈકાલે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયુ હતું. જેમાં ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનથી આંજણા ચૌધરી સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. ટોળાએ વાહનોમાં તોડફોડ કરી, ઘરોમાં પથ્થરો ફેંક્યા આ સંમેલન બાદ ચૌધરી સમાજના લોકો દીકરીને પાછી લેવા માટે ઓગડના ઉણ ગામ પહોંચ્યા હતા. જ્યા ગામમાં જોરદાર બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ અંદાજે 3 કિમી સુધીનો હાઈવે બ્લોક કર્યો હતો. કેટલાય ઘરોમાં પણ પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ હતી. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમાર્યો કર્યો આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. ડી.વાય.એસ.પી. અને પી.આઈ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જ્યા ટોળાએ પોલીસ પર પથ્થરમાર્યો કર્યો હતો. જેથી પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. તેમજ ટીયર ગેસ છોડ્યો હતો. આ ઘટનામાં 4 પોલીસકર્મી સહિત 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલો શું છે? રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો હતો. જેમાં રબારી અને ચૌધરી સમાજના આગેવાનોએ ભેગા મળીને રબારી સમાજની દીકરીને પરત અપાવી હતી. જે બાદ ભાભરના રુણી ગામની કંકુ ચૌધરીનો વિવાદ સામે આવ્યો હતો. કંકુ ચૌધરીએ દોઢ-બે વર્ષ રહેલાં ઉણ ગામના મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જેમને સંતાનમાં એક બાળક પણ છે. જોકે, હવે ચૌધરી સમાજ આ દીકરીને પરત લાવવા માંગે છે. જેને લઇને આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા. બે દિવસ પહેલા કંકુ ચૌધરીએ વીડિયો વાયરલ કર્યો હતો કંકુ ચૌધરીએ રબારી અને ચૌધરી સમાજના આગેવાનોને હાથ જોડીને વિનંતી કરતા જણાવ્યું હતું કે, તેઓ 31 માર્ચ, 2024ના રોજ પોતાની મરજીથી ઘરેથી નીકળ્યા હતા અને મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા છે. તેઓ હિન્દુ રીત-રિવાજ મુજબ પરણ્યા છે અને તેમને એક વર્ષનો દીકરો પણ છે. ‘મારા દીકરાને દૂર કરી મા-બાપ વગરનો ન બનાવવામાં આવે’ કંકુબેને સમાજના આગેવાનોને અપીલ કરી હતી કે, તેમને તેમના દીકરાથી દૂર ન કરવામાં આવે અને તેને મા-બાપ વગરનો ન બનાવવામાં આવે. આગેવાનો જે પણ નિર્ણય લે તેવો લે કે તેમનો પરિવાર ન વિખેરાય. હવે જોઈએ કેટલીક તસવીરો….
    Click here to Read More
    Previous Article
    Shark Tank’s Namita Thapar reveals the ‘hidden’ health metric most women ignore: ‘You could have normal haemoglobin, but if your…’
    Next Article
    ધાર્મિક સ્થળોએથી મોબાઈલ ચોરતી ગેંગ ઝડપાઈ:આરોપીઓ પાસેથી 105 મોબાઇલ મળી આવ્યા, અગાઉ આરોપીઓએ ચોરેલા મોબાઇલ સાયબર ક્રાઈમમાં વપરાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment