Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રક્ષક' જ 'ભક્ષક' બન્યો, સુરતના હોમગાર્ડનું મહિલા પર દુષ્કર્મ:અધિકારી બની મદદના નામે હોટલમાં કેફી પીણું પીવડાવ્યું, વીડિયો બનાવી બ્લેકમેલ કરી સોનાના દાગીના પડાવ્યા

    1 week ago

    સુરતના રાંદેર વિસ્તારમાં માનવતા અને વિશ્વાસને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાને પોલીસ તરીકે ઓળખાવી મદદના નામે મહિલા સાથે મિત્રતા કેળવી હોમગાર્ડ જવાને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં આરોપીએ બોગ બનનાર મહિલાના અશ્લીલ વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ મહિલા પાસેથી સોનાના દાગીના, રોકડ અને ઇલેક્ટ્રિક બાઈક પણ પડાવી લીધું હતું. રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પ્રકાશ છબલાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું છે સમગ્ર મામલો? ભોગ બનનાર મહિલા પોતાના પતિ સાથેના વિવાદ બાદ પોલીસ સ્ટેશનમાં જવા નીકળી હતી. મહિલા રસ્તામાં પોલીસ સ્ટેશનનું સરનામું શોધી રહી હતી, ત્યારે રસ્તા પર ફરજ ફજાવતા હોમગાર્ડ જવાન પ્રકાશ હીરાલાલ છબલાણી સાથે તેની મુલાકાત થઈ હતી. પ્રકાશે પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી હતી અને મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તે તેના પારિવારિક પ્રશ્નોનું નિરાકરણ લાવી દેશે. આ મદદના બહાને તેણે મહિલાનો મોબાઈલ નંબર મેળવી સંપર્ક વધાર્યો હતો. નશાયુક્ત પીણું પીવડાવી હોટલમાં દુષ્કર્મ આચર્યું આરોપી પ્રકાશે મહિલાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના પતિએ રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને તે બાબતે પતાવટ કરવા માટે રૂપિયાની જરૂર પડશે. આરોપીએ મહિલા પાસેથી 15,000 રૂપિયાની માંગણી કરી તેને પાલ વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ પ્લાઝા પાસે બોલાવી હતી. ત્યાં આવેલી '7 સ્ટાર' હોટલમાં લઈ જઈ આરોપીએ મહિલાને કોલ્ડ્રિંકમાં કેફી પીણું ભેળવીને પીવડાવી દીધું હતું. મહિલા બેભાન અવસ્થામાં આવતા આરોપી પ્રકાશે તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગ કરતો દુષ્કર્મ આચરતી વખતે આરોપીએ મહિલાના વાંધાજનક વીડિયો ઉતારી લીધા હતા. જ્યારે મહિલા ભાનમાં આવી ત્યારે આરોપીએ પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે ધમકી આપી હતી કે, જો તે કોઈને કંઈ કહેશે તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે અને તેના પરિવારમાં તેની બદનામી કરશે. આ ડરનો લાભ ઉઠાવી આરોપીએ મહિલાને વારંવાર અલગ અલગ જગ્યાએ બોલાવી શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. આરોપીએ મહિલાના સોનાના દાગીના પણ પડાવી લીધા આરોપીએ આટલેથી મન ન ભરાતા મહિલા પાસે 12 ગ્રામ સોનાની ચેન, 6 ગ્રામની બુટ્ટી અને 3 સોનાની વીંટીઓ પણ પડાવી લીધી હતી. આ ઉપરાંત મહિલાના નામે મુથૂટ ફાઈનાન્સમાંથી લોન લીધી અને તે પૈસામાંથી 16 ગ્રામની નવી સોનાની ચેન ખરીદ્યા બાદ તે પણ પચાવી પાડી હતી. આ ઉપરાંત આરોપીએ મહિલાને ડરાવી ધમકાવીને એક નવો મોબાઈલ ફોન અને ઓલા ઇલેક્ટ્રિક બાઈક (OLA X1 PRO) પણ છોડાવી હતી. આ બાઇકનું રૂપિયા 30 હજાર મહિલાએ ડાઉન પેમેન્ટ ભર્યું હતું. રાંદેર પોલીસે છટકું ગોઠવી આરોપીને દબોચ્યો આરોપીની હેરાનગતિ અને આર્થિક શોષણથી કંટાળી અંતે મહિલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રકાશ ખરેખર પોલીસ નથી, પરંતુ હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાંદેર પોલીસે આરોપી પ્રકાશને ઝડપી પાડ્યો હતો. મહિલાના નિવેદન-મેડિકલના આધારે કડક કાર્યવાહી કરાશે આ કેસ અંગે માહિતી આપતા ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીએ પોલીસની ખોટી ઓળખ આપી મહિલા સાથે છેતરપિંડી કરી છે. હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાથી તેને પોલીસની કામગીરીની જાણ હતી જેનો તેણે દુરૂપયોગ કર્યો હતો. અમે આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મહિલાના દાગીના તથા વાહન રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. મહિલાના નિવેદન અને મેડિકલ પુરાવાના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Days after hospital fire, Odisha suspends four junior officials
    Next Article
    વલસાડમાં રામનવમી પૂર્વે પોલીસ સક્રિય:SPએ શાંતિ સમિતિની બેઠકમાં કડક સૂચના આપી, સોશિયલ મીડિયા પર નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment