Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિપૂર્ણ ઉજવણીની અપીલ

    1 week ago

    ભરૂચ શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી સી.કે.પટેલની અધ્યક્ષતામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી શાંતિ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો અને એ ડીવીઝનના પીઆઈ ડેનિશ ક્રિશ્ચિયન,બી ડિવિઝન પીઆઈ મયૂર રાઠોડ અને સી ડીવીઝન પીઆઈ એન.આર.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદ અને હિંદુ સમાજના રામનવમી જેવા આગામી તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ બંને સમાજ વચ્ચે ભાઈચારા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક દરમિયાન ડીવાયએસપી સી.કે.પટેલે ઉપસ્થિત આગેવાનોને સંબોધતા તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પ્રત્યે સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. ડીવાયએસપી પટેલે વધુમાં જણાવ્યું હતું કે,તહેવારો દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે.તેમણે બંને સમાજના આગેવાનોને પરસ્પર સહકાર આપીને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. બેઠકમાં હાજર શાંતિ સમિતિના સભ્યોએ પોલીસ વિભાગને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે શહેરમાં શાંતિ, એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    દમણમાં 20-30% કામદારોનું પલાયન:ગેસ અછત અને ઉનાળુ વેકેશનથી ઉદ્યોગોને અસર
    Next Article
    Gujarat Unseasonal Rain Alert LIVE | ગુજરાતમાં કરા સાથે ધોધમાર પડશે! આગાહી | Farmers | Weather

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment