Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા સિવિલના એક્સ રે વિભાગમાં મહિલાઓના સ્પાય વીડિયો બનાવવાનું કારસ્તાન:ડીન ઓફિસનો ડ્રાઈવર જ વીડિયો બનાવતો હોવાનો આક્ષેપ, સુપ્રિટેન્ડન્ટે કહ્યું- 'કડક પગલાં લેવા ડીનને કહ્યું છે'

    1 week ago

    અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા દર્દીઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઉઠ્યા છે. હોસ્પિટલના એક્સ રે વિભાગમાં મહિલા પેશન્ટના છુપી રીતે વીડિયો બનાવાતા હોવાનો આક્ષેપ થયો છે. આ વીડિયો અન્ય કોઈ નહીં પણ ડીન ઓફિસનો ડ્રાઈવર જ બનાવતો હોવાનો આક્ષેપ કરાયો છે. સુપ્રિટેન્ડન્ટ દ્વારા આ મામલે ડ્રાઈવર સામે કડકમાં કડક પગલાં લેવા માટે ડીનને જાણ કરી છે. સુપ્રિટેન્ડન્ટે કહ્યું કે, જ્યારે ડ્રાઈવરે વીડિયો બનાવવાની શરૂઆત કરી ત્યારે અમારા ગાર્ડ દ્વારા હોસ્પિટલમાં પોલીસ ટેબલ પર જાણ કરી હતી. 181ને પણ જાણ કરવામાં આવી હતી. જો કે, પોલીસ પહોંચે તે પહેલા જ દર્દી અને તેના સંબંધીઓએ ડ્રાઈવર સાથે સમાધાન કરી લીધું હતું. ડ્રાઈવર સામે કડકમાં કડક પગલાં લેવા અમે ડીનને જાણ કરી છે- સુપ્રિટેન્ડન્ટ આ અંગે સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દીપિકા સિંઘલએ જણાવ્યું હતું કે, ઘટના બહુ શરમજનક છે. કારણ કે મહિલાઓની સુરક્ષા હંમેશા અમારી પ્રાથમિકતામાં હોય છે. તે સ્ટાફ મેમ્બર હતો એટલે કદાચ અમારાથી ભૂલ થઈ અને અમારા સ્ટાફે તેમને અંદર જવા દીધા. પણ અમારે ત્યાં આ રીતે કોઈને પણ એક્સ-રે રૂમમાં અંદર જવાની પરવાનગી હોતી નથી. દર્દી અને જો દર્દીનો કોઈ એક સંબંધી હોય, બસ એ જ અંદર જઈ શકે છે. પણ આ રીતે જે અમારા સ્ટાફે હરકત કરી છે, કારણ કે આ ડીન ઓફિસનો કર્મચારી છે, કોમ્યુનિટી મેડિસિનની ગાડી ચલાવે છે. તો અમે ડીન ઓફિસને જાણ કરી છે કે તેની સામે જે પણ કડકમાં કડક શિસ્તભંગના પગલાં લઈ શકાય તે લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવી હરકત અમારા સ્ટાફનો કોઈ પણ વ્યક્તિ કે પછી હોસ્પિટલમાં આવતા અન્ય કોઈ સંબંધીઓ દ્વારા ફરી ન થાય. ડ્રાઈવર સામે આ પહેલા ક્યારેય ફરિયાદ આવી નથી- દીપિકા સિંઘલ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડ્રાઈવરનું નામ વિષ્ણુભાઈ મકવાણા છે. તે ડીન ઓફિસમાં જે અમારો કોમ્યુનિટી મેડિસિન વિભાગ છે, તેની એક ગાડી છે - બોલેરો, તે ચલાવે છે અને તે અમારો ઘણો જૂનો કર્મચારી છે એટલે અને આ પહેલા તેણે ક્યારેય આવી કોઈ હરકત કરી નથી. તો આ સમયે આવું કેમ થયું? એ અમારા માટે પણ ઘણો વિચારવાનો વિષય છે. અને અમે આવી ઘટનાને જરા પણ સહન નહીં કરીએ અને તેની સામે કડકમાં કડક પગલાં લેવા માટે અમે ડીન મેડમ ને પણ કહ્યું છે. 'ઘટના બાદ પોલીસ આવે તે પહેલા જ દર્દી અને ડ્રાઈવરે સમાધાન કરી લીધું' સુપ્રિટેન્ડન્ટે વધુમાં જણાવ્યું હતું કે,જ્યારે તેમણે (ડ્રાઈવરે) વીડિયો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અમારા ગાર્ડે તેમને સોલાની અમારી પોલીસ ટેબલ પર લઈ ગયા હતા. અમે 181 પર પણ કોલ કર્યો હતો, પરંતુ પોલીસ સુધી પહોંચતા પહેલા જ દર્દી, દર્દીના સબંધી અને ડ્રાઈવર વચ્ચે સમાધાન થઈ ગયું. તેથી મામલો ત્યાં જ પૂરો થઈ ગયો અને તેમણે વાત આગળ વધારી નહીં. પરંતુ અમે પોલીસ ટેબલ પર આ વિશે જાણ કરી હતી. અમે અત્યારે પણ ત્યાં સુરક્ષા જાળવીએ છીએ, પણ હવે અમે સુરક્ષા વધારવાનો પ્રયત્ન કરીશું. અમે સરકાર પાસે વધુ સુરક્ષા સ્ટાફની માંગણી કરીશું. જેથી અમે દર્દીઓને અને જનતાને વધુ સુરક્ષિત સેવાઓ પૂરી પાડી શકીએ. આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. સારવાર માટે આવેલા એક દર્દીને ડૉક્ટરે સારવાર આપવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, મહિલા ડૉક્ટરે વીડિયો ઉતારતા વ્યક્તિ સાથે હાથચાલાકી પણ કરી હોવાનું સ્પષ્ટપણે વીડિયોમાં જોવા મળી રહ્યું છે. અજય ચાવડા નામનો શખસ તેમની બીમાર ભત્રીજીની સારવાર માટે 26 ઓક્ટોબરની રાત્રે 9 વાગ્યાની આસપાસ સોલા સિવિલમાં આવ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    Poll Body Reshuffles 18 Senior Officers In Bengal Ahead Of Assembly Elections
    Next Article
    ભાવનગર જિલ્લા પંચાયત ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ:કલેક્ટરે વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો, પ્રમુખ સહિત 40 સભ્યો પૂર્વ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment