Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ભાજપની નવી કોર કમિટી:સંગઠન અને સરકારના સમન્વય સાથે આગામી ચૂંટણીઓ માટે વ્યૂહાત્મક તૈયારીઓ તેજ બની

    2 days ago

    ગુજરાત ભાજપ દ્વારા આગામી રાજકીય પડકારો અને સંગઠનાત્મક મજબૂતીને ધ્યાનમાં રાખીને પ્રદેશ સંકલન સમિતિ (કોર ગ્રુપ)ની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓનો સમાવેશ કરીને સત્તા અને સંગઠન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ હાઈપાવર કમિટી રાજ્યમાં પક્ષના નીતિવિષયક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવશે. દિગ્ગજ નેતાઓનો સમિતિમાં સમાવેશ નવી જાહેર થયેલી આ યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ જેવા દિગ્ગજ નેતાઓ મુખ્ય સ્થાને છે. આ ઉપરાંત, સંગઠન સ્તરે પકડ ધરાવતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સમાવેશ કરીને સંગઠનને વધુ વેગ આપવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. અનુભવ અને યુવા જોશનો સંગમ ટીમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને જીતુ વાઘાણીને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલા પ્રતિનિધિત્વ તરીકે દર્શનાબેન વાઘેલાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, પક્ષના વર્ષો જૂના અને પાયાના નેતાઓ જેવા કે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા અને ગણપત વસાવાને પણ આ સમિતિમાં સ્થાન આપીને તેમના બહોળા રાજકીય અનુભવનો લાભ લેવાનું નક્કી કરાયું છે.
    Click here to Read More
    Previous Article
    6 ફૂટના સાપને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયો:અજાણ્યા વાહન નીચે કચડાઈ જતા બચવા માટે સાપ કારમાં ઘૂસી ગયો, પશુ દવાખાનામાં સારવાર અપાઈ
    Next Article
    Gujarat UCC Bill News: ગુજરાતમાં UCC લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું | CM Bhupendra Patel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment