Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના ધારાસભ્યએ વિધાનસભામાં કરી માંગણીઓ:આરોગ્ય અને માર્ગ-મકાન વિભાગ માટે સૂચનો રજૂ કર્યા, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓને ફાંસીની સજા આપવા કાયદો બનાવવાની માગ

    6 days ago

    વિધાનસભામાં આરોગ્ય અને માર્ગ-મકાન વિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમિયાન બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે રાજ્યમાં વ્યાપક સ્તરે થતી ખાદ્ય પદાર્થોની ભેળસેળ સામે કડક કાયદો લાવી ગુનેગારોને ફાંસીની સજા અને તેમની મિલકતો પર બુલડોઝર ફેરવવાની માગણી કરી હતી. ભેળસેળ અને આરોગ્ય પર ખતરો ધારાસભ્યએ ગૃહમાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દૂધ, દહીં, પનીર અને તેલ જેવા જીવનજરૂરી ખાદ્ય પદાર્થોમાં કેમિકલયુક્ત ભેળસેળનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે. આ દૂષિત ખોરાકને કારણે રાજ્યમાં દર વર્ષે 1,00,000 થી વધુ કેન્સરના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. તેમણે સરકારને વિનંતી કરી હતી કે આવી ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ કડક કાયદો પસાર કરી તેમને ફાંસી જેવી કઠોર સજાની જોગવાઈ કરવામાં આવે. બોટાદના આરોગ્યલક્ષી પ્રશ્નોની રજૂઆત આરોગ્ય વિભાગની માંગણીઓ (ક્રમાંક 39 અને 40) પર બોલતા તેમણે બોટાદ જિલ્લા માટે સૂચનો અને માંગણીઓ કરી હતી: સિવિલ અને મેડિકલ કોલેજ: ચાલુ નાણાકીય વર્ષમાં જ બોટાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે. CHC સેન્ટર: પાળિયાદ અને લાઠીદડમાં મંજૂર થયેલા CHC સેન્ટરના બિલ્ડિંગનું કામ વહેલી તકે આરંભાય. નવું PHC: હડદડ ખાતે સબ PHC સેન્ટર બનાવવાની માંગ કરવામાં આવી. સ્ટાફ અને સુવિધા: સોનાવાલા હોસ્પિટલમાં ખાલી પડેલી સ્ટાફની જગ્યાઓ ભરવા, નવું સોનોગ્રાફી મશીન ફાળવવા અને ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. માર્ગ અને વાહનવ્યવહારના પડકારો માર્ગ અને મકાન વિભાગના સંદર્ભમાં ધારાસભ્યએ ટ્રાફિક અને ગુણવત્તાના મુદ્દાઓ ઉઠાવ્યા હતા: ફોરલેન રોડ: બોટાદ-લાઠીદડથી કેરિયાનો ઢાળ સુધીનો રસ્તા પર ભારે ટ્રાફિક રહેતો હોવાથી તેને 'ફોરલેન' બનાવવાની જરૂરિયાત જણાવી હતી. રેલવે ઓવરબ્રિજ: બોટાદ શહેરમાં ભાવનગર રોડ પર પીપાવાવ-અમદાવાદ એક્સપ્રેસ લાઇનને કારણે વારંવાર ફાટક બંધ રહે છે. અહીં ટ્રાફિકની સમસ્યા નિવારવા ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની માંગ કરી હતી. ભ્રષ્ટાચાર સામે પગલાં: બોટાદમાં રોડ રસ્તાના કામો નબળી ગુણવત્તાના થતા હોવાનો આક્ષેપ કરી, જવાબદાર એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે તેમણે કાપ દરખાસ્ત પણ રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત વિધાનસભાને મળી બોમ્બ થ્રેટ:અશાંતધારામાં પ્રોપર્ટી લે-વેચ માટે SDMએ માગી કથિત લાંચ, દીકરી પરત લાવવા રબારી-ચૌધરી સમાજમાં ધીંગાણું
    Next Article
    યુવતીનો વોટ્સએપમાં છેલ્લો મેસેજ 'હું મરી જઈશ':પ્રેમીએ કહ્યું- 'મરવાનું તો તારે જ છે, આજે મરે કે કાલે, હું તો 10-20 રૂપિયા આપી છૂટી જઈશ'; સુરતમાં પરિણીતાનો આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment