Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ ગટગટાવ્યું:પરિણીતાના ભાઈએ બનેવી પાસેથી ઉછીના લીધા હતા, રૂપિયા પરત ન કરતા પતિ એક વર્ષથી ત્રાસ આપતો હતો

    2 days ago

    ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ પતિ તરફથી મળી રહેલા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ફીનાઇલ પી લીધું હતું. મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટનાના કારણે મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાના ભાઈએ તેના પતિ પાસેથી ઊછીના પૈસા લીધા હતા બોરતળાવ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, ફુલસર વિસ્તારના મહાદેવનગરમાં રહેતી પૂજાબેન ભોળાભાઈ મકવાણાએ પોતાના પતિ ભોળા સવજી મકવાણા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, થોડા સમય પહેલાં તેમના ભાઈ કિરીટ દિનેશ સરવૈયાએ પતિ ભોળા સવજી મકવાણા પાસેથી 15,000 રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમ કિરીટે પરત ન કરતા ભોળાએ છેલ્લા એક વર્ષથી પત્ની પૂજાબેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યું ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે, દિન પ્રતિદિન વધતા જતા આ ત્રાસથી તેમની માનસિક સ્થિતિ બગડી ગઈ હતી. છેવટે ગઈકાલે તેમણે ઘરે ફીનાઇલ પી લીધું હતું. પરિવારજનોને ખબર પડતાં તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ અંગે બોરતળાવ પોલીસે પતિ ભોળા સવજી મકવાણા વિરુદ્ધ BNS કલમ 85 (મહિલા પર અત્યાચાર) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, ફરિયાદના આધારે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે અને મહિલાની તબિયતની સ્થિતિનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ખોખરામાં યુવકને છરીના ઘા મારી દીધા:6 શખ્સોનો અંગત અદાવતમાં એકટીવા પર જતાં બે મિત્રો પર હુમલો, એક્ટિવા પર પટ્ટો મારતા બંને પડી ગયા
    Next Article
    સમર્પણ ડેવલોપર્સના પ્રોપરાઇટરની ફ્લેટ બુકિંગના નામે છેતરપીંડી:દિયર અને ભાભીના ખરીદેલા ફ્લેટ પ્રોપરાઇટરે બીજાને વેચી માર્યા, 15.20 લાખ પરત ન આપતા ઠગાઈની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment