Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના અપીયા ગામે કરા સાથે વરસાદ:ઉનાળામાં માવઠું થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી, ખેડૂતોમાં ચિંતિત, જનજીવન પ્રભાવિત

    1 week ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ભર ઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આજે સાંજે લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કરા પડ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. લાલપુર તાલુકાના અપીયા, રાફુદળ, વિંજપરા, ગોદારી અને ટીમડા સહિતના ગામોમાં આકાશ એકાએક વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ખાસ કરીને અપીયા ગામે કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અણધાર્યા કુદરતી ઘટનાક્રમથી ગ્રામજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અકાળે આવેલા આ માવઠાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે, ભર ઉનાળે કરા સાથેના આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તેમ છતાં, અણધાર્યા વરસાદે સ્થાનિકો અને વહીવટી તંત્રને પણ સાવચેત કરી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના બગસરામાં કરા સાથે વરસાદ:આજથી 3 દિવસ માવઠાંની આગાહી; ખેતરમાં પડેલી જણસો પલળી જવાનો ભય, 21 માર્ચથી વાતાવરણ ચોખ્ખું થશે
    Next Article
    ખોખરામાં યુવકને છરીના ઘા મારી દીધા:6 શખ્સોનો અંગત અદાવતમાં એકટીવા પર જતાં બે મિત્રો પર હુમલો, એક્ટિવા પર પટ્ટો મારતા બંને પડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment