Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ-બાંદ્રા સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો:સમર વેકેશનમાં મુસાફરોની ભીડને જોતા પશ્ચિમ રેલવેએ જુલાઈ સુધી સર્વિસ લંબાવી

    13 hours ago

    પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વેકેશનના ગાળામાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી સૌરાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે અવરજવર કરતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે. ટ્રેનના ફેરામાં કરવામાં આવેલો ફેરફાર રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ટ્રેન નંબર 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ જે અગાઉ 30.03.2026 સુધી દોડવાની હતી, તેને હવે લંબાવીને 27.07.2026 સુધી કરવામાં આવી છે. તેવી જ રીતે, વળતી દિશામાં ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સમર સ્પેશિયલ જે 29.03.2026 સુધી નિર્ધારિત હતી, તેને હવે 26.07.2026 સુધી લંબાવવામાં આવી છે. બુકિંગ અને અન્ય સુવિધાઓ મુસાફરો આ લંબાવવામાં આવેલા ફેરા માટે 20 March, 2026 થી બુકિંગ કરાવી શકશે. બુકિંગની સુવિધા તમામ PRS કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. આ ટ્રેન સાપ્તાહિક હોવાથી મુસાફરો અગાઉથી આયોજન કરીને પોતાની સીટ કન્ફર્મ કરાવી શકે છે. વિગતવાર માહિતી માટે સ્ત્રોત ટ્રેનના સ્ટોપેજ, સમયપત્રક અને કોચ કમ્પોઝિશન વિશેની વધુ માહિતી મેળવવા માટે મુસાફરો રેલવેની સત્તાવાર પૂછપરછ વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. રેલવેના આ નિર્ણયથી આગામી ઉનાળુ વેકેશનમાં વતન આવતા અને પ્રવાસે જતા લોકો માટે મુસાફરી વધુ સરળ બનશે.
    Click here to Read More
    Previous Article
    જમીન વિવાદમાં હુમલો કરનાર બે આરોપીઓને 5 વર્ષની કેદ:1997માં તલવાર-પાઇપથી હુમલો કર્યો હતો, કોર્ટનો બંને આરોપીઓને 1.50 લાખના દંડની રકમ ફરિયાદીને આપવા આદેશ
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:રેવડી બજારની 30થી વધુ દુકાન ભસ્મીભૂત, શહેરની 23 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment